સુરત-મહુવા સાપ્તાહિક ટ્રેનને ડેઇલી કરવા સાંસદની રજૂઆત

PC: mygov.in

સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ્ર ના અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લો તેમજ તે રૂટમાં આવતા અન્ય વિસ્તારના લોકોને પણ જેનો લાભ મળે છે તેવી સુરત - મહુવા સાપ્તાહિક ટ્રેન નં 12945-46 ને દરરોજ ચલાવવા તેમજ તેનો સમય માં ફેરફાર કરીને સુરત થી રાત્રીના સમય પર ચલાવવા માટે આજરોજ કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલ ને મળી ને લેખીત માં રજુઆત કરવામાં આવી. આ રજૂઆત સુરતના સાસંદ દર્શનાબેન જરદોશે કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં આ વિસ્તારના લાખો લોકો સુરતમાં રહે છે. તેમણે બસોમાં આવ-જા કરવું પડે છે. જે મોંધુ પડે છે અને સમયસર પહોંચી પણ શકતા નથી. આ ટ્રેનને ડેઇલી કરવાની માગ વર્ષોથી થતી રહી છે પરંતુ સ્વીકારાતી નથી. આ વખતે ન્યૂ ઇન્ડિયામાં કોઇ નવી જાહેરાત કરાય તેવી આશા સેવાઇ રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp