બજેટમાં હીરાઉદ્યોગની અપેક્ષા શું છે?

PC: betterdiamondinitiative.org

નરેન્દ્ર મોદી સરકારની બીજી ટર્મનું પહેલું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ 5 જુલાઇએ રજૂ કરવાના છે. દેશના પ્રથમ મહિલા ફાયનાન્સ મિનિસ્ટર નિર્મલા પાસે દેશના લોકોને ઘણી અપેક્ષા છે ત્યારે દેશને કરોડો રૂપિયાનું હુંડિયામણ રળી આપતા અને દેશમાં સૌથી વધુ રોજગારી પુરી પાડતા સુરતના હીરાઉદ્યોગની પણ અપેક્ષા કેટલીક અપેક્ષા છે.

શું માંગણી છે હીરાના વેપારીઓની?

બજેટમાં મોટી રાહતો મળે તેવી આશા વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે. ઉદ્યોગોએ સરકાર પાસે પોતાની રજુઆતોની યાદી મોકલી રાહતો માંગી છે, ત્યારે સુરતના હીરા ઉદ્યોગે પણ સરકારને પોતાની માંગણીઓ મોકલી છે. કટ એન્ડ પોલીશ્ડ ડાયમંડ તથા કલર્ડ સ્ટોન પરથી આયાત ડ્યુટી ઘટાડીને 2.5 કરવાની માંગણી કરી છે. આયાતી ગોલ્ડ પરની ઈમ્પોર્ટ ડ્યુટી 10 ટકાથી ઘટાડી 4 કરવામાં આવે. સ્થાનિક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને સીધી અને સસ્તી રફ મળી શકે તે માટે ઝડપી પગલા ભરી સ્પેશીયલ નોટીફાઈડ ઝોનમાંથી વિદેશી માઈનર્સ રફ ડાયમંડ વેચાણ કરી શકે તે માટે આવકવેરા નિયમોમાં સુધારા કરી હળવા બનાવવામાં આવે. વિદેશની માફક સ્થાનિક જેમ-જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રિઝમ્પટીવ લાગુ કરવામાં આવે, સિન્થેટિક અને નેચરલ રફ ડાયમંડને અલગ તારવવા માટે એચએસ કોડ અલગ અલગ કરવામાં આવે.

વિદેશી કંપનીઓ પણ ભારતમાં ડાયમંડ પોલિશિંગનું જોબ વર્ક કરાવી શકે તે માટે પોલીસી બનાવામાં આવે, તો સાથે જ વિદેશોમાં યોજાતા પ્રદર્શનમાં ભાગ લઇ પરત ફરનારી કંપનીઓ પાસે ગુડ્સના રિ-ઈમ્પોર્ટ પર વસુલાતો આઈજીએસટી દૂર કરવામાં આવે. સોનાનો ઉપયોગ પણ હીરા બજારમાં ખુબ થઇ રહ્યો છે, ત્યારે તેમાં પણ રાહત આપવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp