શું છે આલિયા ભટ્ટની સુંદરતાનું રહસ્ય? જાણો તેના બ્યૂટિ સિક્રેટ

PC: indianexpress.com

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફક્ત તેની એક્ટીંગથી જ નહીં પરંતુ તેની સુંદરતા પણ લોકોને દિવાની બનાવી દે છે. આલિયાની સ્કિન હંમેશા જ સુંદર નજર આવે છે, પરંતુ શું તમે જાણો છો કે તેની આ સુંદરતાનું રહસ્ય શું છે? જો નહી તો તમને જણાવી દઇએ કે આલિયા પોતાની સુંદરતાને કાયમ રાખવા માટે ફક્ત નેચરલ વસ્તુનો જ ઉપયોગ કરે છે.

આલિયા કહે છે કે ચહેરાની સુંદરતાનો અહમ ભાગ ક્લિજિંગ છે. જેથી તે દિવસમાં 2 વખત ક્લિજિંગ કરે છે. સાથે જ તે આ વાતનું ધ્યાન રાખે છે કે રાત્રે સુતા પહેલા મેકઅપ સરખી રીતે નીકાળી લેવો.

સારા મેકઅપ પ્રોડક્ટસનો ઉપયોગ
આલિયાએ જણાવ્યું કે મારા મેકઅપ વિશે વાત કરીએ તો હું મેબલીનને ઓડર્સ કરી રહી છું તો તેની દરેક પ્રોડક્ટ મારી પાસે પહોચી જાય છે. તો હું આ બ્રાન્ડની ફેન બની ગઇ છું. તે સિવાય કોલોસલ કાજલ પણ મને પસંદ છે. મેબલીન ક્રીમ અને કલર શો નેલ પોલિશ પણ મને સારી લાગે છે.

આલિયની મેકઅપ ટિપ્સ
તેમણે વધુમાં કહ્યું કે હું ખૂબ વધારે અને વારંવાર મેકઅપ લગાવવાનું પસંદ નથી કરતી. શુટિંગ પર તો લગાવવું જ પડે છે પરંતુ આમ તો હું સિમ્પલ રહેવાનું પસંદ કરૂ છું. મને કાજલ લગાવવું સારૂ લાગે છે અને મારા વિચારથી દરેક ઇન્ડિયન યુવતીને આંખોમાં કાજલ ખૂબ જ સારૂ લાગે છે.

તે કહે છે કે તેને બ્રાઇટ અને હેપી કલર્રનો મેકઅપ કરવો પસંદ છે. સાથે જ તે પાર્ટી લુક માટે ઓછો મેકઅપની સાથે બોલ્ડ રેડ લિપસ્ટિક લગાવવાનું પસંદ કરે છે.

વાળની સાર સંભાળ માટે દરરોજ કરે છે સ્પા
વાળ શાઇની રહે, એટલા માટે આલિયા દરરોજ હેર સ્પા કરે છે. તેમનું કહેવાનું છે કે,'વાળમાં દરરોજ તેલ લગાવવું પણ ખુબ જ જરૂરી છે. હું ઓયલ મસાજ કરૂ છું અને રાત સુધી રાખ્યા બાદ બીજા દિવસે શેમ્પૂં કરૂ છું. પછી કંડિશનર યૂઝ કરૂ છું.

બેગમાં હંમેશા રહે છે આ વસ્તું
તેમણે કહ્યું કે તેના બેગમાં કાજલ, લિપબામ, પ્રાડા પરફ્યૂમ, હેયરબ્રશ રાખે છે. તેમનું માનવું છે કે દરેક યુવતીએ બેગમાં આ મેકઅપ વસ્તું હંમેશા રાખવી જોઇએ.

ભરપૂર પાણીનું સેવન
આલિયા દરરોજ 8થી9 ગ્લાસ પાણી જરૂર પીવે છે. જરૂર મુજબ પાણી ફક્ત ત્વચા માટે નહીં શરીર માટે પણ જરૂરી છે.

બીટનો જ્યુસ પીવે છે આલિયા
આલિયાની ગ્લોઇન્ગ સ્કિન અને કાળા વાળોનું રહસ્ય બીટનો જ્યુસ પણ છે. તે દરરોજ બીટનું જ્યુસ પીવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp