જાણો કેટલા રૂપિયાનો છે અનન્યા પાંડેનો આ સેક્સી લેટેક્સ ડ્રેસ

PC: instagram.com

બોલિવુડની ન્યૂકમર એક્ટ્રેસ અનન્યા પાંડે માટે વર્ષ 2019 ખૂબ જ સારું રહ્યું. તેણે ફિલ્મ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2થી પોતાના કરિયરની શરૂઆત કરી અને તે જ વર્ષે ડિસેમ્બરમાં તેની બીજી ફિલ્મ પતિ, પત્ની ઓર વો પણ રીલિઝ થઈ છે, જેને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અનન્યા પાંડેએ બોલિવુડમાં ભલે હજુ હમણાં જ ડગ માંડ્યા હોય, પરંતુ ફેશન, સ્ટાઈલ અને ડ્રેસિંગના મામલામાં તે પહેલાથી જ ચર્ચામાં રહી છે.

આ વર્ષે અનન્યા પાંડેએ પોતાની બેસ્ટ ફ્રેન્ડ અને શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની સાથે ન્યૂ યર પાર્ટી સેલિબ્રેટ કર્યું અને આ દરમિયાન અનન્યાનો બાર્બી પિંક શોર્ટ ડ્રેસ ખૂબ જ ચર્ચામાં રહ્યો. અનન્યાએ બબલગમ પિંક કલરનો લેટેક્સ મટિરિયલનો, સ્લીવલેસ અને ખૂબ જ સાઈની શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ બોડી હગિંગ ડ્રેસમાં અનન્યા ખૂબ જ હોટ લાગી રહી હતી.

અનન્યાનો આ ડ્રેસ જોઈને તમે વિચારી રહ્યા હશો કે તે ખૂબ જ મોંઘો બ્રાન્ડેડ ડ્રેસ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે, તેની કિંમત એકદમ તમારા બજેટમાં છે અને આ ડ્રેસ સંપૂર્ણરીતે અફોર્ડેબલ છે. અનન્યાનો આ ડ્રેસ oh polly બ્રાન્ડનો છે અને તેની કિંમત માત્ર 44 ડૉલર એટલે કે 3100 રૂપિયા છે.

લેટેક્સ મટીરિયલના પોતાના આ પિંક શોર્ટ ડ્રેસને અનન્યાએ ન્યૂડ કલરની સ્ટ્રેપી હિલ્સની સાથે ટીમઅપર કર્યો હતો અને તે સ્ટેલેટોઝ સ્ટાઈલ હીલ્સ પણ એકદમ અફોર્ડેબલ છે. આ હીલ્સ, પબ્લિક ડિઝાયર બ્રાન્ડની છે અને તેની કિંમત 30 પાઉન્ડ એટલે કે આશરે 2800 રૂપિયા છે.

હવે તમે ઈચ્છો તો પોતાની આવનારી પાર્ટી માટે અનન્યા પાંડેના આ અફોર્ડેબલ લુકને સરળતાથી અપનાવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp