26th January selfie contest

અનુષ્કાના મિનિ ડ્રેસથી લઈને દીપિકાના જેકેટ અને નેહાના કો-ઓર્ડ્સ સુધી, જાણો કિંમત

PC: aajtak.in

બોલિવુડની એક્ટ્રેસ હંમેશા પોતાના લૂકને કારણે ચર્ચામાં રહેતી હોય છે. ક્યારે કોણે શું પહેર્યું છે, તે અંગે જાણવાની ઉત્સુક્તા ફેન્સમાં હંમેશા બનેલી જોવા મળે છે. ફેન્સ પણ તેમના ફેવરિટ એક્ટ્રેસની જેમ દેખાવા ઈચ્છે છે અથવા તો તેમના આઉટફિટને ફોલો કરતા હોય છે. હવે બોલિવુડની આ ગ્લેમરસ એક્ટ્રેસના અમુક આઉટફીટ્સ એટલા મોંઘા હોય છે જે સામાન્ય વ્યક્તિના ગજાની બહારની વાત હોય છે. પરંતુ એવા પણ કેટલાંક આઉટફીટ્સ હોય છે જેને તમે તમારા બજેટને ધ્યાનમાં રાખીને ખરીદી શકો છો. હાલમાં જ અનુષ્કા શર્મા, નેહા કક્કર અને દીપિકા પાદુકોણ જેવી એક્ટ્રેસના શાનદાર આઉટફીટ્સના કેટલાંક ફોટા સામે આવ્યા છે. પરંતુ આ જાણીને તેમના ફેન્સને ખુશી થશે કે તેમણે પહેરેલા આ આઉટફીટની કિંમત એટલી વધારે નથી કે તેને ખરીદી ના શકાય. પોતાના માટે અથવા કોઈને ગિફ્ટ આપવા માટે આ ડ્રેસ ઘણા સસ્તા છે અને તમારી સેવિંગ્સમાંથી તમે તેને ખરીદી શકો છો.

અનુષ્કા શર્માનું કેઝ્યુઅલ વેર

 
 
 
View this post on Instagram

A post shared by Mohammed Azharuddeen (@azhar_junior_14)

એક્ટ્રેસ અનુષ્કા શર્માનો હાલમાં જ પતિ વિરાટ કોહલી સાથેનો એક ફોટો સામે આવ્યો છે. આ ફોટો આઈપીએલ 2021માં આરસીબીના યુવાન પ્લેયર મોહમ્મદ અઝરુદ્દીને પોતાના ઈન્સ્ટાગ્રામ પર નાખ્યો છે. તેમાં અનુષ્કા શર્મા ઝારાના બ્રિઝી કોન્ટ્રાસ્ટ પોપલિન મિની ડ્રેસમાં જોવા મળી હતી. લોન્ગ બલુન સ્લીવ્સની આ ડ્રેસ ભલે કોઈ પાર્ટી વેર નથી પરંતુ તેમ છત્તાં ઘણી ક્યુટ છે. અને ખાસ કરીને ગરમીની સીઝનમાં પહેરવા લાયક છે. આ ડ્રેસ તમને ઓનલાઈન માત્ર 4490 રૂપિયામાં મળી જશે. અનુષ્કા પર આ ડ્રેસ ઘણો સારો લાગી રહ્યો છે.

દીપિકાનો ગ્લેમરસ રેડ આઉટફીટ

 
 
 
View this post on Instagram

A post shared by Deepika Padukone (@deepikapadukone)

 

જો ગ્લેમરની વાત આવે અને સૌના મગજમાં દીપિકા પાદુકોણનું નામ ન આવે તેવું શક્ય નથી. એક્ટ્રેસ પોતાના સિમ્પલ પરંતુ રીચ આઉટફીટને સૌ કોઈને પોતાના દિવાના બનાવી દે છે. એકટ્રેસે હાલમાં જ એક એડશૂટના ફોટા શેર કર્યા છે. આ એડશૂટમાં તે રેડ કલરના શર્ટમાં જોવા મળી રહી છે. જેનો તેણે જેકેટ તરીકે ઉપયોગ કર્યો છે. આ ઓવરસાઈઝ કોર્ડરોય ડ્રેસમાં તે ઘણી સુંદર લાગી રહી છે. ઝારા કંપનીનો આ ડ્રેસ સહેજ પણ મોંઘો નથી અને તેની કિંમત 4186 રૂપિયા છે.

નેહા કક્કરના રેડ કલરના કો-ઓર્ડ્સ

 
 
 
View this post on Instagram

A post shared by Neha Kakkar (Mrs. Singh) (@nehakakkar)

 

રેડ આઉટફીટ ટીવી અને બોલિવુડની ક્યુટ સિંગર નેહા કક્કરનો પસંદગીનો કલર છે. તેના ફેન્સ પણ તેને આ કલરના આઉટફીટમાં ઘણી પસંદ કરે છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રેડ આઉટફીટમાં ગીતના રેકોર્ડિંગ કરતી વખતના કેટલાંક ફોટા શેર કર્યા છે. તે રેડ કલરના કોલ્ડ શોલ્ડર ક્રોપ ટોપ અને રેડ કલરના જ સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ ડ્રેસમાં નેહા ઘણી સેક્સી લાગી રહી છે. નેહાના આ ડ્રેસની કિંમત પણ કંઈ વધારે ખાસ નથી. આ ડ્રેસની કિંમત 7840 રૂપિયા છે અને તેને તમે ઈલીઝાઝની વેબસાઈટ પરથી ખરીદી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp