26th January selfie contest

એન્જિનિયર યુવક સાથે બ્રેક એપ થતા બ્યુટિશિયને આપઘાત કરી લીધો

PC: khabarchhe.com

સુરતના સગરામપરા વિસ્તારમાં રહેતા પંચોલી પરિવારની એકની એક દિકરીએ ફાંસો ખાઇને આપઘાત કરી લેતા પરિવાર પર જાણે આભ તુટી પડયું હતું.બ્યુટી પાર્લરનું કામ કરતી 21 વર્ષની યુવતીને એક એન્જિનિયર યુવાન સાથે પ્રેમ થયો હતો, પણ મહિના પહેલા બ્રેક અપ થઇ જતા માનસિક તણાવમાં આવીને આત્યાંતિક પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે.દિકરીના આ પગલાંથી તેણીની માતાના આંસુ રોકાતા નહોતા.ગુરુવારે રાત્રે યુવતીએ ઘરમાં જયારે કોઇ નહોતું ત્યારે આપઘાત કરી લીધો હતો.

સગરામપરા વિસ્તારમાં આવેલા ઇશ્વર કૃપા એપાર્ટમેન્ટમાં રહેતા અને મશીન ઓપરેટર તરીકે કામ કરતા આશિષભાઇ પંચોલીની દિકરી ફાલ્ગુની પંચોલી બ્યુટી પાર્લરનું કામ કરતી હતી. ગુરુવારે રાત્રે ઘરમાં કોઇ નહોતું ત્યારે તેણીએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.. ફાલ્ગુનીના પિતા આશિષભાઇએ ગુરુવારે રાત્રે ફાલ્ગુનીને ફોન કર્યો હતો, પણ તેણે ફોન નહીં ઉચકતા આશિષભાઇ ઘરે દોડી આવ્યા હતા અને દિકરીને  લટકતી હાલતમાં જોઇને હેબતાઇ ગયા હતા.ફાલ્ગુનીના માતા ભકિત બેનને ઘટનાની ખબર પડતા તેઓ ફસડાઇ પડયા હતા. એકની એક દિકરીના મોતના સમાચાર માનવા હજુ ભકિતબેનનું મન તૈયાર નથી. તેમના આંસુ હજુ પણ રોકાતા નથી,

જાણવા મળેલી માહિતી મુજબ ફાલ્ગુનીને તેના જ સમાજના એક યુવક સાથે પ્રેમ થયો હતો,ફાલ્ગુનીના માતા-પિતાએ બનેંની સગાઇ કરાવી આપી હતી. પણ  એક મહિના પહેલા બનેં છુટા પડી ગયા હતા. એન્જિનિયર યુવક સાથેના બ્રેક અપ પછી ફાલ્ગુની સતત તણાવમાં રહેતી હતી અને આખરે તેણે અંતિમ પગલું ભરીને જીવન ટુંકાવી દીધું હતું.

 

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp