10માંથી 7 ડ્રાય શેમ્પૂમાં હોય છે કેન્સર ફેલાવતા કેમિકલો, સંશોધનમાં આવ્યું બહાર

PC: watsons.com.my

તાજેતરમાં, યુનિલીવર યુનાઇટેડ સ્ટેટ્સે અમેરિકાના બજારોમાંથી ટ્રેસેમ અને ડવ ડ્રાય શેમ્પૂ જેવા અન્ય કેટલાક પ્રોડક્ટ્સ પાછા ખેંચી લીધા હતા. તેમાં બેંજિન વધારે હોવાથી કંપનીએ આ નિર્ણય લીધો હતો. જો બેંજિનનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં વધી જાય તો કેન્સરનું જોખમ રહેલું છે. આ જોખમને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. પરંતુ બજારમાં મળતા 70 ટકા ડ્રાય શેમ્પૂમાં હજુ પણ કેન્સર ફેલાવતા કેમિકલ હોય છે. આ ખુલાસો એક નવા સંશોધનમાં થયો છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે દુકાનોમાં મળતા 10માંથી 7 ડ્રાય શેમ્પૂમાં કેન્સર ફેલાવતા કેમિકલોની માત્રા વધુ હોય છે. ઈંગ્લેન્ડના કનેક્ટિકટમાં એક લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ માહિતી સામે આવી છે. આ લેબએ સીવીએસ, વોલગ્રીન્સ અને એમેઝોન જેવા ઓનલાઈન રિટેલર્સ દ્વારા વેચવામાં આવેલા 148 વિવિધ પ્રોડક્ટ્સમાંથી નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે આમાંથી 70 ટકા પ્રોડક્ટ્સમાં બેંજિન છે, જે બ્લડ કેન્સરનું કારણ બની શકે છે.

આ તમામ પ્રોડક્ટ્સમાં બેંજિનના સ્તરો અલગ-અલગ હતા, પરંતુ 9 બોટલમાં તેની માત્રા નિર્ધારિત ધોરણ કરતા લગભગ 10 ગણી વધારે હતી. બ્યુટી અને કોસ્મેટિક ઉત્પાદનોનું નિયંત્રણ કરતી સંસ્થા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ DailyMail.com ને જણાવ્યું હતું કે આ સંશોધનના પરિણામોના તારણોની તે સમીક્ષા કરી રહ્યા છે.

શેમ્પૂ પ્રોડક્ટ્સને બનાવતી એક કંપનીએ આ સંશોધનના પરિણામોને નકારી કાઢ્યા છે. જેમાં કંપનીએ કહ્યું છે કે તેમની કોઈપણ પ્રોડક્ટમાં બેંજિનનું પ્રમાણ વધારે નથી. તેઓએ આ વિશે તેમની પ્રોડક્ટ્સના વેચાણકર્તાઓ પાસેથી સંપૂર્ણ માહિતી પણ લીધી છે.

નિષ્ણાતો કહે છે કે બેંજિન જેવા કેમિકલોની વધુ માત્રાથી બનેલી પ્રોડક્ટ સ્વાસ્થ્ય પર વિનાશક અસર કરી શકે છે કારણ કે તેનાથી શરીરના કોષો ખોટી રીતે કામ કરવાનું કારણ બની શકે છે. અમેરિકન કેન્સર સોસાયટી કહે છે કે તેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. બેંજિન એ કાર્બનિક સંયોજનો નામના રસાયણોના એક વર્ગથી સબંધિત છે, જે હવામાં ફેલાઈ જાય છે, અને શરીરમાં પ્રવેશ કરે છે.

એફડીએ કહે છે કે તે ઉત્પાદકોની જવાબદારી છે કે તેઓ તેમના ઉત્પાદનોમાં બેંજિનના સ્તરનું ધ્યાન રાખે. પર્યાવર સુરક્ષા એજન્સી ચેતવણી આપે છે કે માત્ર 0.4ppm બેંજિન તમારા જોખમને વધારે છે, જેના પરિણામે લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરનું જોખમ વધી શકે છે. જે લોકો લાંબા સમયથી ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરી રહ્યા છે તે લોકોને તેનાથી વધુ જોખમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp