ટ્રેડિશનલ લૂકને આકર્ષક બનાવવા માટે આ સેલિબ્રિટિઝને કરો ફોલો

PC: bollywoodlife.com

દર વર્ષની જેમ આ વર્ષે પણ બિઝનેસમેન મુકેશ અંબાણીનાં ઘરે ગણપતિની પૂજા રાખવામાં આવી હતી. આ પૂજા કાર્યક્રમમાં બોલિવુડનાં ઘણા મોટા સ્ટાર્સ અને ક્રિકેટનાં દિગ્ગજો સામેલ થયા હતાં. આ તમામ સ્ટાર્સ ટ્રેડિશનલ લુકમાં નજરે ચડ્યાં હતાં. આ તમામ સ્ટાર્સનાં ફોટોઝ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે. જો તમે પણ કોઈ ધાર્મિક પ્રસંગમાં જવાનાં હો અને પોતાનાં એ જ જૂનાં-બોરિંગ લુકથી કંટાળી ગયા હો તો આ ફેશન ટિપ્સ પર એકવાર નજર જરૂર કરી લેજો.

જો તમને મરૂન કલર પસંદ હોય તો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીનાં સુંદર ચણિયા-ચોળી તમને જરૂર પસંદ આવશે. નીતા અંબાણીએ ચણીયા-ચોળી સાથે ચોકર પહેર્યો હતો, અને તે ખૂબ જ સુંદર લાગતો હતો. જો તમે પણ ચોકર અને મોટી ઈયરિંગ્સનાં શોખીન હો તો તમે પણ આ લૂક ટ્રાઈ કરી શકો.

સલમાનનાં ઘરે ગણપતિની પૂજા માટે પહોંચેલી કેટરિના કેફનો લાલ ડ્રેસ સિમ્પલની સાથે એલિગન્ટ લુક આપતો હતો. આ ડ્રેસ તમે ઘરનાં કે બહારનાં કોઈપણ ધાર્મિક પ્રસંગે પહેરી શકશો.

જો તમે હેવી ચણિયા-ચોળી પહેરવા ન માંગતા હો તો તમને કરિશ્મા અને કરિનાનો આ લુક જરૂર પસંદ આવશે. આ ખાસ પ્રસંગે કપૂર બહેનોએ ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રાએ ડિઝાઈન કરેલો ડ્રેસ પહેર્યો હતો. કરિના કપૂરે યલો કલરનાં શોર્ટ કુર્તાની સાથે સરાર સલવાર અને પિંક કલરનો દુપટ્ટો પહેર્યો હતો. જ્યારે કરિશ્માએ યલો કલરનો ચૂડીદાર સલવાર પહેર્યા હતાં. જો તમે પણ સૌથી અલગ અને જાજરમાન દેખાવા માંગતા હો તો યલો કલર જરૂર ટ્રાઇ કરી શકાય.

જો તમે ફેશનની બાબતમાં સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગતા હો તો તમારે ગ્રીન કલર જરૂર પહેરવો જોઈએ. ગ્રીન કલર ટ્રાઇ કરવા માટે તમે રેખાનો આ જાજરમાન લુક અપનાવી શકો.

ગણેશ પૂજા માટે સચિન તેંડુલકર પત્ની અંજલી અને દીકરા સાથે પહોંચ્યો હતો. અંજલીએ પણ રેખાની જેમ ગ્રીન કલરની સાડી પહેરી હતી. ફ્લોરલ ડિઝાઈનની ગ્રીન-બ્લૂ કલરની સિલ્કની સાડી અને લાઈટ મેકઅપ સાથે તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp