શું તમને પણ પડે છે આંખો નીચે ડાર્ક સર્કલ? દેસી નુસખાથી કરો દૂર

PC: nowloss.com

આધુનિય યુગમાં ખરાબ ખાણી-પીણીના લીધે અને ભરપૂર ઉંઘ ના લેવાના કારણે આજકાલ વધારે પ્રમાણમાં લોકો ડાર્ક સર્કલ્સની સમસ્યાઓથી પરેશાન રહે છે. આંખના નીચે નજર આવતી આ ડાર્ક સર્કલના લીધે સુંદરતા પણ ઓછી થઇ જાય છે. યુવતીઓ જેથી છુટકારો લેવા માટે ઘણાં પ્રકારના પ્રયત્નો કરે છે પરંતુ હાથમાં ફક્ત નિરાશા જ લાગે છે. ત્યારે આજે અમે તમને કેટલીક એવી સરળ ઘરેલુ નુસખા જણાવીશું, જે તમારી ડાર્ક સર્કલ્સની સમસ્યાને થોડા દિવસમાં જ દૂર કરી દેશે.

કેમ થાય છે આંખોના નીચે ડાર્ક સર્કલ?

પૂરી ઉંઘ ન થવાના કારણે મહિલાઓને આંખ નીચે ડાર્ક સર્કલ થવા લાગે છે. તે સિવાય તણાવ,પ્રદૂષણ,વધતી ઉંમર,કંપ્યૂટર અથવા મોબાઇલનો વધું ઉપયોગ, અયોગ્ય ભોજન,આયરનની ઉણપ અને હાર્મોનનું અસંતુલન ડાર્ક સર્કલ્સ થવાનું મુખ્ય કારણ છે. તેજ તડકામાં વધુ સમય રહેવાથી સ્કિન પર ડાર્ક સ્પોટ પડે છે અને આ કારણથી આંખોના નીચે ડાર્ક સર્કલ પડે છે. આવો જોઇએ કઇ રીતે ડાર્ક સર્કલને દૂર કરી શકાય...

ડાર્ક સર્કલ્સ દૂર કરવાના દેસી નુસખા

ટામેટા

ડાર્ક સર્કલ દૂર કરવા માટે ટામેટા સૌથી કારીગર ઉપાય છે. આ કુદરતી રીતથી આંખોના નીચેની કાળાશ દૂર કરવામાં કામ આવે છે. સાથે જેથી ત્વચા કોમળ અને ચમકદાર રહે છે. ટામેટાના રસમાં લીબૂંના થોડાક બૂંદ ઉમેરી દરરોજ આંખોના નીચે લગાવો. જેથી ડાર્ક સર્કલ દૂર થઇ જશે.

બદામનું તેલ

વિટામીન ઇથી ભરપૂર બદામ તેલ પણ ડાર્ક સર્કલ ક્ષણોમાં દૂર કરી દેશે. એટલા માટે રાતના સુતા પહેલા બદામ તેલને આંખોના નીચે લગાવો. સવારે પાણીથી તેને સાફ કરી લો. જેથી થોડા સમયમાં જ ડાર્ક સર્કલ હટી જશે.

સંતરાનું જ્યૂસ

સંતરાના જ્યૂસમાં થોડા બૂંદ ગ્લિસરીન મિક્સ કરી લગાવો. જેથી અઠવાડિયામાં ડાર્ક સર્કલ ગાયબ થઇ જશે અને સ્કિન પણ ગ્લો થશે.

ઠંડુ દૂધ

કોટનની મદદથી કાચુ તેમજ ઠાંડા દૂધને આંખોના નીચે લગાવી 10-15 મિનીટ માટે છોડી દો. નિયમિત આ ઉપાય કરવાથી તમને ટૂંક સમયમાં જ ફરક દેખાશે.

છાશ

2 ટેબલસ્પૂન છાશમાં હળદર ઉમેરી આંખોના નીચે લગાવો. પછી 15 મીનિટ બાદ તાજા પાણીથી ચહેરો ધોઇ લો. આ પેસ્ટને લગાવવાથી તમને થોડા દિવસમાં જ ફરક દેખાશે.

ફૂદીનાના પાદડા

એન્ટી-ઓક્સીડેન્ટ તેમજ એન્ટી-ઇંફ્લામેટ્રી ગુણોથી ભરપૂર ફૂદીનાના પાદડાનો રસ લગાવવાથી આ સમસ્યા દૂર થઇ જશે. રાતના સુતા પહેલા તાજા ફૂદીનના પાદડાનો રસ અથવા તેની પેસ્ટ 10 મીનિટ સુધી આંખોના નીચે લગાવી. પછી સવારે પાણીથી સાફ કરી લો. જેથી ડાર્ક સર્કલ દૂર થઇ જશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp