ફેશિયલથી નહીં આ રીતે સુંદરતાને કાયમ રાખે છે દીપિકા, જાણો 6 બ્યૂટી સિક્રેટ

PC: vogue.in

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ લગ્ન બાદ આજે પોતાનો પહેલો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહી છે. બોલીવૂડથી હોલિવૂડમાં પોતાની જાણકારી આપી ચુકેલી દીપિકાની સુંદરતાના લાખો દિવાના છે પરંતુ શું તમે જાણો છો કે તે સુંદર દેખાવા માટે કઇ વસ્તુનો ઉપયોગ કરે છે? ચાલો આજે દીપિકાના બર્થડે પર અમે તમને જણાવીશું કે કેવી રીતે તેની ચહેરાની સુંદરતાને કાયમ રાખે છે.

દીપિકાની બ્યૂટી સીક્રેટ

નો શૂટિંગ, નો મેકઅપ

દીપિકાએ જણાવ્યું કે જ્યારે તે શૂટિંગ પર નથી હોતી તો મેકઅપ નથી કરતી. સ્નાન કરતા સમયે તે ફૂલનો ઉપયોગ કરે છે. તેનું માનવાનું છે કે જેથી બ્લડ સર્કુલેશન સારૂ રહે છે અને તે સ્કિનની ડેડ સેલ્સને નીકાળવામાં મદદ કરે છે.

નારિયેળ તેલથી કરે છે ટેન રિમૂવ

ટેનિંગ સાફ કરવા માટે પણ દીપિકા પાદુકોણ નારિયેળ તેલનો ઉપયોગ કરે છે. જ્યારે ચહેરા પર ટેનિંગ થાય છે તો નારિયેળ તેલમાં એક ચપટી હળદર ઉમેરી ચહેરાની માલિશ કરે છે.

ક્લીંજરથી નીકાળે છે મેકઅપ

દીપિકા કહે છે કે તે ફેશિયલ નથી કરાવતી પરંતુ તે જગ્યા પર તે ક્લીનઅપ કરવાનું પસંદ કરે છે. મેકઅપ સાફ કરવા માટે તે ક્લીંજરનો ઉપયોગ કરે છે અને ત્વચાને હાઇડ્રેટ કરવા માટે ક્રીમ જરૂર લગાવે છે.

નારિયેળ તેલથી કરે છે હેર મસાજ

એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું કે તે અઠવાડિયામાં એકવાર નારિયેળ તેલથી વાળની મસાજ જરૂર કરે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે તે બાળપણથી જ નારિયેળ તેલ લગાવે છે. આ સિવાય તે સમય-સમય પર હેર સ્પા પણ લઇ રહી છે.

સ્વચ્છ ખોરાક પણ છે બ્યૂટી સીક્રેટ

દીપિકાનું કહેવાનું છે કે સુંદર દેખાવા માટે ફક્ત બ્યૂટી પ્રોડક્ટ ઉપયોગમાં લેવી જરૂરી નથી હોતી, પરંતુ ડાયટ પ્લાન પણ સારૂ હોવું જરૂરી છે. તેની ડાયટમાં ઉપમા, ઇડલી, દાળ, ચોખા, સલાડ, રોટલી અને શાકભાજી સહિતની વસ્તુ ડાયટમાં લે છે.

ખૂબ પાણી પીવે છે દીપિકા

સ્કિનને ડિટોક્સ તેમજ હાઇડ્રેટ કરવા માટે દીપિકા દિવસભરમાં ખૂબ પાણી પીવે છે. પાણી પીવાથી ત્વચામાં નિખાર આવે છે અને સ્કિન હાઇડ્રેટ બની રહે છે.

નારિયેળ પાણી છે ડાયટનો ભાગ

દીપિકાની ગ્લોઇન્ગ સ્કિન અને કાળાવાળનુ રહસ્ય નારિયેળ પાણી છે. એવામાં તે નારિયેળ તેલથી મસાજ કરવાના સાથે- સાથે નારિયેળ પાણી પીવાનું પણ પસંદ કરે છે.

ગ્લોઇન્ગ સ્કિન માટે કરે છે યોગ

તેનુ કહેવાનુ છે કે તે યોગા વગર નથી રહી શકતી. ફીટ રહેવા માટે તે શીર્ષાસન જેવા યોગાસન કરે છે. તેમજ પોતાના લગ્નમાં પણ દીપિકાનો ચહેરા પર પણ એક અલગ ગ્લો જોવા મળતી હતી, જેનુ કારણ પણ શીર્ષાસન આસન જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp