દીપિકાથી લઈને કરીના સુધી આ એક્ટ્રેસે સબ્યસાચીના કપડામાં વિખેર્યો છે પોતાનો જલવો

PC: pinterest.com

ગ્લેમરથી ભરેલી ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીની દુનિયામાં ફેશન એક મહત્ત્વનો વિષય છે. રોજ બોલિવુડ એક્ટ્રેસીસના આઉટફીટ અને તેમનો લૂક ચર્ચામાં રહે છે. તેમનું શું પહેર્યું છે તેની શું કિંમત છે અને કયા ડિઝાઈનરનો ડ્રેસ છે તે જાણવાની સૌને ઉત્સુક્તા રહે છે. તેવો જ એક ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખર્જી છે, જે સેલિબ્રિટીઓના પસંદગીના ડિઝાઈનરોમાં સામેલ છે. સબ્યસાચીનો જન્મ 23 ફેબ્રુઆરીના રોજ થયો છે. ફેશનની દુનિયામાં તેનું નામ ઘણું જાણીતું છે.

 

સામાન્ય છોકરીઓ પણ જેના લહેંગા પોતાના લગ્ન પહેરવાના સપના જોય છે તે સબ્યસાચીની અહીં સુધી પહોંચવાની સફર કંઈ સરળ નથી. તેનો જન્મ એક મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. જ્યારે તે 15 વર્ષના હતા તે સમયે તેમના પિતાની નોકરી જતી રહી હતી. જ્યારે તેમણે કપડાં ડિઝાઈન કરવાની પોતાની ઈચ્છા જણાવી તો ઘરની હાલતનો હવાલો આપીને તેમના માતાપિતાએ કોલેજની ફી આપવાની ના પાડી દીધી હતી. તેઓ ઈચ્છતા હતા કે સબ્યસાચી એન્જિનીયર બને. પરંતુ સબ્યસાચી તેમના આ સપનાને કોઈ પણ ભોગે પૂરુ કરવા ઈચ્છતા હતા. આથી તેમણે પુસ્તકો વેચીને પૈસા ભેગા કર્યા અને NIFTથી ફેશન ડિઝાઈનિંગની ડિગ્રી મેળવી.

સબ્યસાચીની ડિઝાઈન વેડિંગથી લઈને તહેવાર અને અન્ય ફંક્શન માટે પરફેક્ટ હોય છે. તેમના ડિઝાઈન એકદમ રોયલ, ક્લાસી અને એલીગન્ટ લૂક આપે છે. એક ઈન્ટરવ્યુમાં પોતાની ડિઝાઈન અંગે વાત કરતા સબ્યસાચીએ કહ્યું છે કે તેમણે પોતાની ડિઝાઈનને એક વ્યક્તિના હાથની વ્યક્તિગત અપૂર્ણતા નામ આપ્યું હતું. મોટાભાગની ડિઝાઈન તેમણે પોતાની આસપાસના માહોલ અને બાળપણથી શીખી છે. આલિયા ભટ્ટ પણ સબ્યસાચી મુખર્જીના કપડાંમાં વાહવાહી લૂટાવી ચૂકી છે. સોનમ કપૂરના રિસેપ્શનમાં આલિયા લાઈમ ગ્રીન કલરના લહેંગામાં રણબીર કપૂર સાથે જોવા મળી હતી.

આ સિવાય શ્રદ્ધા કપૂર પણ સોનમ કપૂરના રિસેપ્શનમાં ઓફવ્હાઈટ કલરના લહેંગામાં જોવા મળી હતી. આ એલિગન્ટ અને શાનદાર લહેંગાએ શ્રદ્ધાની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાડી દીધા હતા. લેકમે ફેશન વીકમાં કરીના કપૂર ખાનનું રેમ્પ વોક તો સૌ કોઈને યાદ જ હશે. તેણે પ્રેગનન્સી દરમિયાન પોતાનું બેબી બમ્પ ફ્લોન્ટ કરવાની સાથે સબ્યસાચીના ડસ્ટી ગ્રે કલરના લહેંગા અને ઉપર લાંબા બ્લાઉઝ સાથે પોતાનો જલવો સ્ટેજ પર વીખેર્યો હતો.

કરિશ્મા કપૂરે પણ સોનમ કપૂરના લગ્નમાં સબ્યસાચીનો ડિઝાઈન કરેલો ફ્લોરલ કલેક્શનનું આઉટફીટ પસંદ કર્યું હતું. આ સિવાય કેટરીના કૈફે સલમાન ખાન સાથે ફિલ્મ ભારતની પ્રીમિયર નાઈટમાં ફુલ સ્લીવ્સના બ્લાઉઝ સાથે સબ્યસાચીનો બ્લેક ફ્લોરલ લહેંગો પહેર્યો હતો. તેના સાથે કેટરીનાએ બંગાળ ટાઈગર મોટિફ બેલ્ટ પણ પહેર્યો હતો, જે સબ્યસાચીનું ફેશન સ્ટેટમેન્ટ છે.

દીપિકાએ પણ પોતાના લગ્નમાં સબ્યસાચીનો રેડ અને ગોલ્ડન કોમ્બીનેશનનો લહેંગો પહેર્યો હતો. તેના દુપટ્ટાની બોર્ડર પર અખંડ સૌભાગ્યવતી ભવઃ પણ લખેલું હતું, જે પછી આ ડિઝાઈન મહિલાઓમાં ઘણી ફેમસ થઈ હતી. અનુષ્કાએ પણ પોતાના લગ્નમાં સબ્યસાચીનો ડિઝાઈન કરેલો આઉટફીટ પહેર્યો હતો. આ આઉટફીટને તૈયાર કરવામાં 68 કારીગરો કામે લાગ્યા હતા અને તેને બનાવવામાં 32 દિવસ થયા હતા.

પ્રિયંકા ચોપરા જોનસનો બ્રાઈડલ લૂક કોને યાદ નહીં હોય. મોટેભાગે ભારતીય પરંપરામાં લગ્ન માટે લાલ કલરના આઉટફીટ પહેરવામાં આવે છે અને તે રીતને અનુસરતા પ્રિયંકાએ પણ સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા લાલ કલરના લહેંગામાં ઘણી જ સુંદર લાગી રહી હતી. આ લહેંગાને બનાવવામાં કુલ 3720 કલાક લાગ્યા હતા. જેમાં કોલકાતાના 110 કારીગરોએ મળીને ફિનીશીંગ આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp