26th January selfie contest

આ ફોટોમાં હાર્દિક પંડ્યાએ 83 લાખની વસ્તુઓ પહેરી છે

PC: Khabarchhe.com

ક્રિકેટર્સમાં જ્યારે સ્ટાઈલની વાત આવે ત્યારે હાર્દિક પંડ્યાનું નામ તેમાં સૌથી ઉપર હોય છે. તે મોટાભાગે રિલેક્સ્ડ અવતારમાં જ જોવા મળે છે. પરંતુ, તે જે પણ કપડાં પહેરે છે તેની પ્રાઈઝ આશ્ચર્યજનકરીતે ખૂબ જ વધારે હોય છે, અને જ્યારે તેની મહેનતની કમાણી ખર્ચવાનો મામલો આવે ત્યારે તે ક્યારેય પાછું વળીને જોતો નથી, પછી ભલે તેનો પાયજામા સૂટ હોય કે પછી તેના સ્નીકર્સ. એટલું જ નહીં, તે પોતાના કમ્ફર્ટેબલ કપડાંની સાથે આઉટ ઓફ ધ બોક્સ એસેસરીઝ પહેરીને પોતાના આઉટફિટને વધુ મજેદાર બનાવે છે. સાથે જ દરેક આઉટફિટને પોતાનો એક અલગ ટ્વિસ્ટ આપે છે, જેમકે કે નેકપિસ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી અને હાં તેની સુપર એક્સપેન્સિવ ઘડિયાળને કઈ રીતે ભૂલાય.

ટૂંક સમયમાં જ IPL 2020 ટૂર્નામેન્ટ શરૂ થવાની છે અને તેને માટે બધા જ ક્રિકેટર્સ દુબઈ પહોંચી ગયા છે અને પોતાની ગેમની તૈયારી કરી રહ્યા છે. આ સમય દરમિયાન હાર્દિક કોઈ કુલ અવતારમાં જ દેખાશે એવી સૌને આશા હતી અને બધાની આશાઓથી વિરુદ્ધ તે એકદમ સિમ્પલ આઉટફિટમાં એરપોર્ટ પર સ્પોટ થયો હતો. પરંતુ આ બધામાં એક વાત ખૂબ જ ખાસ હતી અને એ છે તેના આ આઉટફિટ પાછળ હાર્દિકે ખર્ચેલા પૈસા. જ્યારે તેના આઉટફિટ, સ્નીકર્સ, ઘડિયાળ અને બેગની કિંમતનો સરવાળો કર્યો તો તે આશરે 83 લાખ રૂપિયાની આસપાસ થાય છે અને હાં, અમે કંઈ આ અંગે મજાક નથી કરી રહ્યા.

એરપોર્ટ પર હાર્દિક બેઝિક સ્ટ્રાઈપ્ડ પોલો ટી-શર્ટ અને ડેનિમમાં સ્પોટ થયો હતો. સાથે જ તેણે પહેરેલા સનગ્લાસીસ વધુ અપીલિંગ હતા. કોઈપણ સાદા આઉટફિટને પણ વધુ સારું બનાવવાનો રસ્તો એસેસરીઝ છે અને હાર્દિકે ટી-શર્ટ અને જીન્સની સાથે પેટેક ફિલિપની ઘડિયાળ પહેરી હતી. હાર્દિક મોંઘી ઘડિયાળોનો ખૂબ જ શોખિન છે અને તે અવારનવાર આ પ્રકારની ઘડિયાળ સાથે દેખાઈ ચુક્યો છે. હાલ હાર્દિકે જે ઘડિયાળ પહેરી હતી તે તેના એલિગન્ટ લુક અને હાઈ ડિમાન્ડને કારણે ખૂબ જ મોંઘી છે અને તેની કિંમત 80 લાખ રૂપિયા છે. વાત અહીંથી નથી અટકતી.

હાર્દિકે જે સ્નીકર્સ પહેર્યા હતા તે એલેક્ઝાન્ડર મેક્વીનના ઓવરસાઈઝ્ડ ટ્રેઈનર્સ સ્નીકર્સ હતા. આ સ્નીકર્સમાં ચંકી રબર સોલ અને તેનો આકાર ઓવરસાઈઝ્ડ છે. તેના આ સ્નીકર્સની પ્રાઈઝ 64000 રૂપિયા છે. તેની બીજી આઈટમની વાત કરીએ તો તેણે ફ્લેશી ડફલ બેગ કેરી કર્યું હતું. આ કમ્ફર્ટેબલ હેન્ડલની સાથે રેઈન્બો કલરની પ્રિન્ટવાળા બેગની કિંમત જાણીને તમે ચોંકી જશો. હાર્દિકના આ લક્ઝરી બેગની કિંમત 2 લાખ રૂપિયા છે. આ બધી જ વસ્તુઓનો જ્યારે સરવાળો કરીએ તો તેનું ટોટલ 83 લાખ રૂપિયા જેટલું થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp