ફેસ્ટિવ સીઝનમાં ટ્રેડિશનલ લુક આપશે આ ડિઝાઈનર કડા

PC: zarjewels.com

સામાન્ય દિવસો ભારતીય મહિલા ગમે તેટલાં મોર્ડન અવતારમાં દેખાતી હોય, પરંતુ તહેવારો શરૂ થતાં જ તે ભારતીય પોષાક અને એસેસરીઝ પહેરવાનું જ પસંદ કરે છે. હાલ, ફેસ્ટિવલ સિઝન ચાલી રહી છે, ત્યારે કયા પ્રકારનાં ટ્રેડિશનલ કપડાં સાથે હાથમાં કેવા કડાં સારા લાગશે તેની માહિતી આપવામાં આવી છે. જે તમારી શોપિંગની મૂંઝવણને દૂર કરવામાં મદદ કરશે.

ગોલ્ડ

ટ્રેડિશનલ ગોલ્ડ કડાં આખા ભારતમાં મહિલાઓની પહેલી પસંદ રહ્યાં છે. જોકે, તેની ડિઝાઈનમાં દરેક પ્રાંતમાં વિવિધતા જોવા મળે છે અને તે દરેક ઉંમરની મહિલાઓને પસંદ હોય છે. એક સિમ્પલ ગોલ્ડ કડું કોઈપણ આઉટફીટ સાથે અને કોઈપણ ઓકેશન સાથે મેચ થઈ જશે.

મીનાકારી

મીનાકારી કડા ટાઈમલેસ જ્વેલરી છે. તે દેખાવમાં ભલે સિમ્પલ લાગે પરંતુ, તે વિવિધ રંગોમાં અને વિવિધ ડિઝાઈન્સમાં મળી આવે છે. તે તમારા સિમ્પલ આઉટફીટને પણ રિચ લુક આપશે. તેમાં રોયલ બ્લૂથી લઈને લીલા અને લાલ રંગમાં પણ અવેલેબલ હોય છે. મીનાકારી કડાં ટ્રેડિશનલ આઉટફીટની સાથે ડેનિમ પણ પણ સારા લાગશે.

પોલા

પોલા બેંગલ્સ અને કડાં બંગાળની ખાસ પસંદ છે. પોલા બેંગલ્સ બંગાળી મહિલાની સુહાગની નિશાની ગણાય છે. લાલ રંગની બંગડીમાં સોનાનાં તારથી ડિઝાઈન બનાવવામાં આવે છે. જે તમારા લુકને વધુ ટ્રેડિશનલ અને એલિગન્ટ લુક આપશે.

પર્લ

પર્લ કડાં દરેક મહિલાની પહેલી પસંદ રહી છે. દરેક સાડી અને હેવી ડ્રેસ સાથે પર્લ કડાં તમને ગ્લેમરસ લુક આપશે. પર્લ કડાં તમારાં લુકને ક્લાસિક અને રોયલ લુક આપશે.

ઓક્સડાઈઝ

દરેક ગુજરાતી મહિલા પાસે ઓક્સડાઈઝનાં કડાં તો હશે જ. નવરાત્રિમાં ટ્રેડિશનલ ચણીયા-ચાળી સાથે ઓક્સડાઈઝનાં કડાં તેમની પહેલી પસંદ છે. એટલું જ નહીં, પરંતુ તેને તમે ટેનિમ કે પછી સ્કર્ટ સાથે પણ પહેરી શકો.

કુંદન

લગ્નની ખરીદી કરવાની હોય, તેમાં દુલ્હનની પહેલી પસંદ કુંદનનાં કડાં જ હોય છે. કુંદનનાં કડાં તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે. તમે સિમ્પલ અથવા ગોલ્ડ સાથે પણ કુંદન કે પછી સેમી સ્પેશિયસ સ્ટોન સાથે પણ કુંદનની ડિઝાઈન બનાવી શકાય. કુંદનમાં તમે વ્હાઈટ અથવા કલર્સ પણ પસંદ કરી શકો. મીનાકારી વર્કમાં કુંદન પણ એડ કરાવી શકાય.

સ્ટોન

ઓક્સડાઈઝ કડા પછી કલરિંગ સ્ટોનનાં કડા પણ કોલેજ ગોઈંગ ગર્લ્સ માટે ફેશન સ્ટેટમેન્ટ બની ગયા છે. ઓક્સડાઈઝની જેમ સ્ટોનનાં કડા પણ તમે ગમે તે આઉટફીટ સાથે ટ્રાય કરી શકો. સ્ટોનનાં કડાં ચંકી, કલરફુલ અને ટ્રેડિશનલ લુક આપશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp