શું ક્યારેય જોયા છે Appleના જૂતા, કિંમત જાણીને રહી જશો દંગ

PC: esquire.com

Apple કંપની દુનિયાભરમાં પોતાના મોંઘા iPhone, કમ્પ્યુટર, iPad અને ઘડિયાળ વેચવા માટે જાણીતી છે, પરંતુ શું તમે ક્યારેય Appleના જૂતા વિશે સાંભળ્યું છે? નિશ્ચિતરીતે તમારો જવાબ ના હશે, પરંતુ તમે ચોંકી ગયા હશો કે Apple જેવી કંપની જૂતા ક્યારથી બનાવવા માંડી? આથી આજે અમે તમને જણાવીશું કે, કઈ રીતે તમે Apple કંપનીના આશરે 30 વર્ષ પહેલા બનાવેલા જૂતાને તમારા બનાવી શકો છો.

જણાવી દઈએ કે, કમ્પ્યુટર અને મોબાઈલ બનાવનાર Appleએ 90ના દાયકામાં પોતાના કર્મચારીઓ માટે આ જૂતા બનાવ્યા હતા. Apple કંપનીએ વર્ષ 1990માં ખાસ કરીને પોતાના કર્મચારીઓ માટે સ્નિકર જૂતા બનાવડાવ્યા હતા. હવે નીલામી દ્વારા આ જૂતાઓને વેચવામાં આવશે. કમાલની વાત એ છે કે, તમારે આ જૂતાને પોતાના બનાવવા માટે આશરે 7 લાખ 30 હજાર રૂપિયા ખર્ચવા પડશે.

આ જૂતાને ખરીદવા માટે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન બોલી લગાવી શકે છે. આ નીલામીને લઈને જે નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, તેમાં માત્ર નિયમ અને શરતો વિશે જ માહિતી આપવામા આવી છે, પરંતુ જૂતાને લઈને કોઈપણ પ્રકારની જાણકારી આપવામાં આવી નથી.

આ જૂતાને લઈને જણાવવામાં આવી રહ્યું છે કે, જે પણ વ્યક્તિ આ નીલામીમાં ભાગ લેવા માગતી હોય તેણે 500 ડૉલર કરતા વધુની બોલી લગાવવી પડશે અને જો એવું કરવામાં ના આવે તો તેમને આ વિશે જાણકારી પણ મોકલવામાં નહીં આવશે અને તેમને પ્રોડક્ટ પણ નહીં મળશે.

જણાવી દઈએ કે, આખી દુનિયાના લોકો Appleના ઉત્પાદનોના દીવાના છે અને આ કંપનીના ફોનને ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp