શિયાળામાં ચહેરો નિખારવા ફોલો કરો આ ટિપ્સ

PC: health.harvard.edu

શિયાળાની સિઝન શરૂ થતાં જ ત્વચા નિખરવાની ઓછી થઇ જાય છે. જેથી ઠંડીમાં ત્વચા સુકી થવા લગા છે. ફક્ત ત્વચા જ નહી પરંતુ આ સિઝવનમાં હોઠ પણ સુકા-સુકા થવા લાગે છે. એવામાં સાવધાની રાખવી ખૂબ જરૂરી હોય છે કારણ કે ત્વચા એક વખત ખરાબ થઇ ગઇ તો તેને સારી કરવી ખૂબ મુશ્કેલ થઇ જાય છે. આજે અમે તમને કેટલીક વિન્ટર કેયર ટિપ્સ આપીશું, જેને અપનાવવાથી તમને આ સમસ્યાથી છૂટકારો મળી શકશે.

સાબુનો ઉપયોગ ના કરો

શિયાળામાં ચેહરા પર સાબુનો ઓછો ઉપયોગ કરવો જોઇએ કારણ કે જેથી ત્વચાની શુષ્કતા વધી જાય છે. તે જગ્યા પર તમે માઇલ્ડ ફેશવોશનો ઉપયોગ કરી શકો છો. જે બાદ ચહેરાને ધોઇ ક્રીમ અથવા મોઇશ્ચરાઇજર લગાવવાનું ના ભૂલો.

ગરમપાણીનો ઉપયોગ

સિઝન કોઇ પણ હોય, પંરતુ સ્નાન કરવા માટે હંમેશા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઇએ. જેથી ત્વચાની રંગત બની રહે છે અને શરદી-ખાસીથી પણ બચી શકો છો.

નારિયેલ તેલ

શિયાળામાં સ્નાન કર્યા બાદ નારિયેળ તેલથી મસાજ જરૂર કરો. તે ઉપરાંત ત્વચાની કોમળતા માટે પણ નારિયેળ તેલ લગાવી શકો છો.

હોઠ રહેશે મુલાયમ

બદલાતી સિઝનમાં હોઠ ફાટવાની ફરિયાદ સામાન્ય થઇ જાય છે. એવામાં તમારે હોઠ પર ધ્યાન આપવું જરૂરી હોય છે. હોઠ પર પેટ્રોલિયમ જેલી અને ગ્લિસરીન યૂજ કરી શકો છો. લિપ બામ લગાવવું પણ સારૂ રહેશે.

હાથ- પગની સાંરસંભાળ

શિયાળામાં હાથ અને પગ વધારે ડ્રાઇ થઇ જાય છે. જો તેમની સરખી રીતે સાફ-સફાઇ ના કરવામાં આવે તો હાથ-પગની સુંદરતા ખોવાય જાય છે. એવામાં તેની સફાઇ ગરમ પાણીથી કરો. પછી હાથ-પગ પર મોઇશ્ચરાઇજર લગાવો જેથી ત્વચા સુકી ના રહે.

નિયમિત કરો ઓયલ મસાજ

ત્વચા અને વાળ પર નિયમિત મસાજ કરો. જેથી બ્લડ સર્કુલેશન સારૂ રહે છે, જેથી ત્વચા કોમળ અને મુલાયમ રહે છે. માલિશ કરવા માટે તમે નારિયેળ, જેતૂન, ઓલિવ અથવા બદામ તેલનો ઉપયોગ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp