ઐશ્વર્યાથી લઈને નીતા અંબાણી સુધી સૌ કોઈને પસંદ છે આ પ્રકારનું એમ્બ્રોઈડરી વર્ક

PC: iwmbuzz.com

એશ્વર્યા રાય બચ્ચન અને નીતા અંબાણી જેવી જાણીતી પર્સનાલિટી પાસે પૈસાની કોઈ કમી નથી, ત્યારે જ તો તેમની પાસે દુનિયાના ટોપ લક્ઝરી બ્રાન્ડના કપડાંથી લઈને દરેક વસ્તુઓ હોય છે. પરંતુ જ્યારે વાત કપડાંની આવે છે તો આ મામલામાં સિલેબ્સ પણ ટ્રેડિશનલ એમ્બ્રોઈડર માટેનો પોતાનો પ્રેમ છૂપાવી શકતા નથી.

ખાસ કરીને લખનૌની જાણીતું ચિકનાકારી મટિરીયલ સૂટથી લઈને સાડીઓમાં તમે દેશની જાણીતી પર્સનાલિટીઓને ચોક્કસથી જોઈ જ હશે. એશ્વર્યા રાય બચ્ચનને જ્યારે પણ સિમ્પલ પરંતુ રીચ લૂક પહેરવો હોય, તો તે ચિકનકારી સૂટ પહેરવાનો પસંદ કરે છે. ઘરની પૂજાથી લઈને બહાર કોઈ મંદિરમાં જવા માટે પણ તે આ વર્કના સલાવર સૂટમાં જોવા મળે છે. આ એમ્બ્રોઈડરી પ્રત્યે એટલો પ્રેમ છે કે તેણે તેની પુત્રી આરાધ્યા માટે પણ આ મટિરીયલના કુર્તા બનાવી રાખ્યા છે.

નીતા અંબાણીને ટ્રેડિશનલ વેવિંગથી લઈને એમ્બ્રોઈડરીવાળા કપડાં પહેરવા ઘણા પસંદ છે તેમાંથી એક ચિકનાકારી વર્ક પણ છે. તેમની પાસે ચિકનકારી મટિરીયલમાં સાડીથી લઈને સૂટ સુધીના તમામ કપડાંઓ છે. જેને તે અલગ અલગ ઈવેન્ટમાં પહેરેલા જોવા મળ્યા છે. મિસીસ અંબાણી આ લુક્સની સાથે હંમેશા મિનીમમ જ્વેલરી પહેરે છે, જેથી કપાડાં સંપૂર્ણ રીતે હાઈલાઈટ થઈ શકે.

કરીના કપૂર ખાન તેના ફેશનેબલ લુક્સ માટે જાણીતી છે. આ અદાકારા હંમેશા લેટેસ્ટ ટ્રેન્ડ્સ અને ફેશનના કપડાંઓમાં જોવા મળશે, પરંતુ તેને મુઘલકાળથી ચાલી આવતી ચિકનકારી મટિરીયલ ઘણું પસંદ છે. બેબો ઘણી જગ્યાએ આ મટિરીયલના કુર્તા, લહેંગા અને સાડીમાં જોવા મળી છે. કરીનાના આ લુક્સની સૌથી ખાસ વાત એ છે કે કપડાં પર એમ્બ્રોઈડરી ભલે ટ્રેડિશનલ હોય પરંતુ તેની ડિઝાઈન એકદમ મોર્ડન અને ટ્રેન્ડ પ્રમાણેની હોય છે.

દીપિકા પાદુકોણ અને અનુષ્કા શર્મા પણ આ સિલેબ્સમાં સામેલ છે. જેને લખનૌનું આ ભરત ઘણું પસંદ છે. અનુષ્કા મોટેભાગે ચિકનકારી વર્કના સૂટ અને કુર્તામાં જોવા મળે છે. જેની સાથે તે મોતી અથવા સિલ્વર જ્વેલરી સાથે સ્ટાઈલ કરે છે. તેવામાં દીપિકા આ વર્કની સાડીઓ અથવા સૂટ પહેરતી જોવા મળે છે. મોટેભાગે તે આ લુકમાં જ્વેલરી પહેરવાનું અવોઈડ કરતી હોય છે અને વાળોને બન અથવા પોની સ્ટાઈલમાં રાખે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp