12 વર્ષની છોકરીએ પોતાની કમાણીથી ખરીદી 1.35 કરોડની લક્ઝરી કાર, પણ...

PC: youtube.com

થાઈલેન્ડની એક સ્કૂલની વિદ્યાર્થીની અને બ્યૂટી બ્લોગરે પોતાના 12માં જન્મદિવસે લક્ઝરી કાર ખરીદી છે. જોકે, હાલ તેની ઉંમર નાની હોવાને કારણે તે એ કાર નથી ચલાવી શકતી, પરંતુ સપનાની ઉડાન ભરવા માટે તેણે સમય કરતા પહેલા જ પોતાને આ ગિફ્ટ આપી છે. સોશિયલ મીડિયા પર એક મિલિયન કરતા પણ વધુ ફોલોઅર્સ ધરાવતી નૈથનન સૈનુનરૈટે BMW 7 સીરિઝની કાર ખરીદી છે. ગત મહિને તેણે પોતાનો 12મો જન્મદિવસ ઉજવવા માટે 1 કરોડ 35 લાખ રૂપિયામાં લક્ઝરી કાર ખરીદી છે.

મળતી માહિતી અનુસાર, થાઈ સ્કૂલી વિદ્યાર્થીનીનું કહેવું છે કે, તેને ખબર છે કે, તેની લંબાઈ હાલ એટલી નથી કે તે જાતો કાર ચલાવવા માટે પૈડલ સુધી પહોંચી શકે. છતા પણ તેણે આ કાર ખરીદી છે અને તે 8 વર્ષ સુધી તેને ચલાવવા માટે લાયસન્સ લેવાની રાહ જોશે. જોકે, ત્યાં સુધી તેની મમ્મી નાચા અને પિતા રૉન્ગ આ કાર ચલાવશે.

ત્રણ વર્ષ પહેલા નૈથનને પોતાનું પહેલું Youtube ટ્યૂટોરિયલ શરૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી નૈથનનના સોશિયલ મીડિયા પર ઘણા ફોલોઅર્સ છે. ગત વર્ષે નૈથનને લંડનના ફેશન વીકમાં પણ ભાગ લીધો હતો. તે પોતાની સ્કૂલિંગની સાથે જ ફેશન ઈવેન્ટ્સમાં પણ ભાગ લેતી રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp