Gucciએ આ કૂર્તીની કિંમત લગાવી 2.5 લાખ, લોકો બોલ્યા 250 રૂપિયામાં મળે

PC: timesofindia.indiatimes.com

ડેઈલી વેરમાં આપણે ત્યાં મોટેભાગે મહિલાઓ હવે સાડીને બગલે કુર્તી  પહેરવાનું પસંદ કરવા લાગી છે. કારણ કે આ ટ્રેડિશનલ હોવાની સાથે સાથે કમ્ફર્ટેબલ આઉટફીટ હોય છે. આમ તો ઘણી ફેમસ બ્રાન્ડની મોંઘી કુર્તીઓ તમે ખરીદી હશે પરંતુ શું તમે ક્યારેય 2.5 લાખની કુર્તી ખરીદી છે. હા, આ વાત સાંભળવામાં અજીબ લાગી રહી છે પરંતુ આ સાચું છે. હાલમાં જ ટ્વિટર યુઝરે Gucciની વેબસાઈટથી કુર્તીનો સ્ક્રીનશોટ લઈને ટ્વિટર પર પોસ્ટ કરતા લખ્યું છે કે લક્ઝરી ફેશન હાઉસ Gucci એક એવી કુર્તી વેચી રહી છે જે 2.5 લાખ રૂપિયાની છે.

દેશી ટ્વિટર પર આ પોસ્ટ બરાબરની વાયરલ થઈ રહી છે. જેની પર ઘણા યુઝર્સે અલગ અલગ કોમેન્ટ કરી છે. તો ચાલો જાણી લઈએ લોકોએ શું પ્રતિક્રિયા આપી છે. એક ખાસ ટ્વિટર યુઝરે Gucciની વેબસાઈટથી કુર્તીનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો અને કેપ્શનમાં લખ્યું- Gucci 2.5 લાખમાં એક ઈન્ડિયન કુર્તી વેચી રહ્યું છે. હું આ કુર્તી 500 રૂપિયામાં લાવી શકું છું. આ કુર્તીને લઈને લોકો ટ્વિટર પર સતત મજેદાર ટ્વીટ કરી રહ્યા છે.

Gucciની વેબસાઈટ પર જે કુર્તીની વાત થઈ રહી છે તે અસલમાં ફ્લોરલ એમ્બ્રોઈડરી ઓર્ગેનિક લિનન કફ્તાન છે, જેને કંપની કફ્તાની કુર્તી પણ કહી રહી છે. વેબસાઈટ પર તેની કિંમત 3500 અમેરિકન ડોલર એટલે કે લગભગ 255878 રૂપિયા છે. આ એક ઓફ-વ્હાઈટ કુર્તી છે જેમાં ફૂલોની કઢાઈ સાથે સાથે સ્લીવ્સ પર પેચવર્ક પણ છે. ટ્વિટર પર પોસ્ટના વાયરલ થતા જ, દેશી સોશિયલ મીડિયા યુઝર્સે ઈટલીના ફ્લોરેન્સ સ્થિત લક્ઝરી ફેશન હાઉસ દ્વારા બનાવવામાં આવેલી આ કુર્તીની કિંમત અંગે પોતાના વિચારો શેર કરવાના શરૂ કરી દીધા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે- હું આ કુર્તી માટે 150 રૂપિયાથી એક રૂપિયો પણ વધારે નહીં આપું. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે- સરજોની નગરમાં 250 રૂપિયામાં મળી જશે દોસ્ત. જણાવી દઈએ કે સરોજની નગર દિલ્હીના સૌથી લોકપ્રિય માર્કેટમાંનું એક છે. અહીં અલગ અલગ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બ્રાન્ડોના શોરૂમ આવેલા છે. જોકે માર્કેટની શરૂઆત રસ્તાને કિનારે લાગેલી દુકાનોથી થાય છે. આ દુકાનોમાં કપડાં, જૂતા અને ઘણી પ્રકારની ફેશન એસેસરીઝ મળે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp