ગુજરાતની શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ 25 ઓક્ટોબરે ખાદી પહેરીને આવશે

PC: https://www.ndtv.com

ગુજરાતમાં ખાદીના પ્રચાર અને પ્રસાર માટે રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને ખાદી પહેરવાની સૂચના રાજ્યના શિક્ષણ વિભાગે આપી છે. આ દિવસે તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ ખાદીના વસ્ત્રો પહેરીને આવશે.

રાજ્યના સરકારી અને ખાનગી શૈક્ષણિક અધિકારી-કર્મચારીઓ, શિક્ષકો-વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક સહિત તમામ શૈક્ષણિક સ્ટાફ 25 ઓકટોબરે ખાદીથી સજ્જ હશે. જિલ્લા શિક્ષણાધિકારીઓ, પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શિક્ષણ વિભાગ દ્વારા ૨૫મીએ સામૂહિક રીતે ખાદીના વસ્ત્રો પહેરવા માટે સતત તાકીદ કરવામાં આવી છે. આ સાથે સામૂહિક અને વ્યક્તિગત રીતે ખાદીની ખરીદી કરવા જણાવાયું છે.

શિક્ષણ વિભાગ દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને ખાદી ખરીદવા લોકો પ્રોત્સાહિત થાય તે માટે ખાદી પહેરવાનું અભિયાન હાથ ધરાયું છે. આ માટે શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા તમામ અધિકારી-કર્મચારીઓ, પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા હોદ્દેદાર-આચાર્યો, પ્રાધ્યાપકો, શિક્ષકો, વિદ્યાર્થી અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત અને સામૂહિક રીતે ખાદી ખરીદીને પહેરવા માટેના અભિયાનમાં ભાગ લેવા જણાવાયું છે. આ માટે પ્રાથમિક શાળાઓને સૂચના આપવા પણ જણાવાયું છે.

શાળાઓના શિક્ષકો-કર્મચારીઓએ શિક્ષણ તંત્રની સૂચનાઓને ધ્યાને લઇને ખાદી ખરીદવાનું શરૂ કર્યું છે. વણાટકામનું કામ કરતા અને જરૂરિયાતમંદ લોકોને વધુ રોજગારી મળે તેવા ઉદ્દેશથી શરૂ કરાયેલા અભિયાનને શૈક્ષણિક ક્ષેત્ર તરફથી આવકાર આપવામાં આવ્યો છે. અત્યારે ખાદીની સંસ્થાઓમાં ખરીદી પણ શરૂ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp