સાડીની શોખીન મહિલાઓને હવે મળશે વિદેશી સાડી ખરીદવાનો પણ ઓપ્શન

PC: aljazeera.com

એપ્રિલ મહિનામાં સાડીની શોખીન મહિલાઓને વિદેશી સાડીનો પણ ઓપ્શન મળશે. એક જાણીતી કંપની ભારતના સાડી બજારમાં ઉતરવાની છે. સ્વીડનની ફાસ્ટ-ફેશન રિટેલર કંપની હેનેસ એન્ડ મોરિઝ (H & M) ભારતમાં ડિઝાઈનર સબ્યસાચીની સાથે મળીને મિડ એપ્રિલ સુધીમાં સાડીઓ લોન્ચ કરશે. આ તેની દુનિયાભરમાં પહેલી એથનિક પ્રોડક્ટ હશે. H & M દુનિયાની સૌથી મોટી ક્લોધિંગ કંપની છે.

સ્ટોકહોમમાં ઓફિસ ધરાવતી આ કંપની ફાસ્ટ-ફેશન આઈટમ ઈન-હાઉસ તૈયાર કરીને વેચે છે. આ ઉપરાંત, તે ડિઝાઈનર્સની સાથે મળીને વન-ટાઈમ કલેક્શન પણ તૈયાર કરાવે છે. જોકે, અત્યારસુધી તેણે પોતાને મર્ચન્ડાઈઝ વેસ્ટર્ન વેર સુધી જ સીમિત રાખી હતી.

H & M ઈન્ડિયાના CEO જેન ઈનોલાએ એક ઈવેન્ટ દરમિયાન કહ્યું હતું કે, આ પહેલો છે અને શક્ય છે કે છેલ્લો મોકો છે, જ્યારે H & M કોઈ ભારતીય ડિઝાઈનરની સાથે પોતાની પાર્ટનરશિપ દ્વારા સાડી વેચવા જઈ રહ્યું છે. અમે કસ્ટમર્સને નવો અનુભવ આપવા માગીએ છીએ. અમારે એ જોવું પડશે કે તેના પર કયા પ્રકારની પ્રતિક્રિયા મળે છે અને તે આગળની સ્ટ્રેટર્જી નક્કી કરવામાં મદદ કરશે.

શું હશે H & M સાડીની કિંમત?

દીપિકા પાદુકોણ, નીતા અંબાણી અને ઓપરા વિન્ફ્રે સહિત અન્ય ઘણા સેલિબ્રિટીઝ માટે ડિઝાઈનર સબ્યસાચી કપડાં ડિઝાઈન કરી ચુક્યા છે. તેઓ સરેરાશ બે લાખ રૂપિયા અને તેના કરતા વધુ કિંમતની પ્રોડક્ટ વેચે છે. H & Mએ કહ્યું કે, સબ્યસાચીની સાથે તેમની પાર્ટનરશિપ અંતર્ગત લોન્ચ થનારા કલેક્શનની પ્રાઈઝિંગ ખૂબ જ સામાન્ય રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ ફેશનને બધા સુધી પહોંચાડવાનો આ એક પ્રયત્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp