થૂંકીને હેરસ્ટાઇલ બનાવતા જાવેદ હબીબ સામે FIR, જાણો શું કહ્યું હબીબે

PC: amarujala.com

ગઈકાલે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં ફેમસ હેર સ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ એક કાર્યક્રમમાં એક મહિલાની હેર સ્ટાઇલ બનાવતો હતો, પરંતુ આ દરમિયાન જાવેદ હબીબે મહિલના માથા પર થૂંક્યું હતું અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ જાવેદ હબીબને ઝાટકી કાઢ્યો હતો. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના મંસુરપુર પોલીસ સ્ટેશનમાં જાવેદ હબીબ સામે FIR પર દાખલ કરવામાં આવી છે. તેના પર 355, 504 IPC, 3 મહામારી એક્ટ અને 56 ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે.

જાવેદ હબીબનો વિરોધ થતા તેણે આ અંગે માફી માગી હતી અને કહ્યું હતું કે, હું દિલથી માફી માગું છું. પરંતુ હબીબે માફી માગતી વખતે થૂંકની વાત નહોતી કરી, પણ એવું કહ્યું હતું કે, મારા શબ્દોથી કોઈને ઠેંસ પહોંચી હોય તો તેના માટે તે માફી માગે છે.  મારા સેમિનારમાં અમુક શબ્દોને લઈને અમુક લોકોને ઠેંસ પહોંચી છે. હું એક વાત બોલવા માગું છું કે, અમારા જે સેમિનાર હોય છે, એટલે જે અમારા પ્રોફેશનની અંદર કામ કરે છે. અને અમારા શૉ લાંબા હોય છે. એટલા માટે એને હ્યુમરસ બનાવવું પડે છે, પરંતુ તમને ઠેંસ પહોંચી હોય તો માફ કરો. સોરી.

 
 
 
View this post on Instagram

A post shared by Jawed Habib (@jh_hairexpert)

જાવેદ હબીબે થૂંક લગાવીને કાપ્યા વાળ, મહિલાનો આરોપ, વીડિયો વાયરલ

જાણીતા હેર સ્ટાઈલિસ્ટ જાવેદ હબીબનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા તે એક મહિલાના વાળ કાપતો દેખાઈ રહ્યો છે. આ વીડિયોના વાયરલ થવાનું કારણ છે જાવેદ હબીબનો વાળ કાપતી વખતે અજીબ વ્યવહાર. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, જાવેદ હબીબે થૂંક લગાવીને તેના વાળ કાપ્યા.

વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જાવેદ હબીબ વાળ કાપતી વખતે પાણીનો ઉપયોગ કરવાને બદલે થૂંકનો ઉપયોગ કરે છે. સાથે જ તે કહે છે કે ઈસ થૂંક મેં જાન હૈ. ત્યારબાદ સોશિયલ મીડિયા પર જાવેદ હબીબની ટીકા કરવામાં આવી રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ મહિલાનું રિએક્શન સામે આવ્યું છે. જોકે, જાવેદ હબીબે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા નથી આપી.

આખી ઘટના વિશે વાત કરવામાં આવે તો, જાવેદ હબીબનો આ વીડિયો મુઝફ્ફરનગરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જાવેદ હબીબ એક મહિલાને વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવે છે. વાળ કાપતી વખતે તે કહે છે, મારા વાળ ગંદા છે, ગંદા શા માટે છે કારણ કે શેમ્પૂ નથી લગાવ્યું, ધ્યાનથી સાંભળો અને જો પાણીની અછત છે ને... (આવુ કહેતા જ તે મહિલાના વાળમાં થૂંકે છે), અબે ઈસ થૂંક મેં જાન હૈ... આ દરમિયાન ત્યાં હાજર લોકો તાળીઓ પાડે છે, જોકે જે મહિલાના વાળ કાપવામાં આવી રહ્યા હોય છે, તે વીડિયોમાં થોડી અસહજ દેખાઈ રહી છે. હવે આ મહિલાનું રિએક્શન પણ સામે આવ્યું છે, જાવેદ હબીબ જે મહિલાના વાળોમાં થૂંક્યો તે મહિલાનું નામ પૂજા ગુપ્તા છે.

જાવેદ હબીબ જે મહિલાના વાળમાં થૂંક્યો, તે પૂજા ગુપ્તા બડૌત (બાગપત)ની છે. તેણે કહ્યું- તેણે (જાવેદ હબીબે) મિસબિહેવ કર્યું, મેં તે હેરકટ નથી કરાવી, હું રસ્તા પર બેસતા બાર્બર પાસે વાળ કપાવી લઈશ, પરંતુ જાવેદ હબીબ પાસે નહીં કપાવું.

મહિલાનો જે વીડિયો ટ્વીટર પર સામે આવ્યો છે, તેમા તે કહે છે, મારું નામ પૂજા ગુપ્તા છે, વંશિકા બ્યૂટી પાર્લર નામથી મારું પાર્લર છે. હું બડૌતની રહેવાસી છું. કાલે મેં જાવેદ હબીબ સરનો એક સેમિનાર અટેન્ડ કર્યો. તેમણે સ્ટેજ પર મને હેર કટ માટે ઈન્વાઈટ કરી. તેમણે મિસબિહેવ કર્યું, તેમણે કહ્યું કે, જો પાણી ના હોય તો થૂંકથી પણ હેર કટ કરાવી શકાય છે. મેં તે હેર કટ નથી કરાવી, હું શેરીના નાકે બેસતા બાર્બર પાસે વાળ કપાવી લઈશ, પરંતુ જાવેદ હબીબ પાસે નહીં. આ વીડિયોના આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો જાવેદ હબીબની ટીકા કરી રહ્યા છે. આ વીડિયોને તમામ લોકોએ ટ્વીટર પર શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp