આમ આદમી પાર્ટી ગુજરાતમાં કેટલી બેઠકો પર ચૂંટણી લડશે, મનીષ સિસોદિયાએ જણાવ્યું

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમનો પક્ષ ગુજરાતમાં બધી 182 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. સિસોદિયાએ વડોદરામાં જણાવ્યું હતું કે ગુજરાતના લોકો પાસે ચૂંટણી સમયે કોઈ વિકલ્પ નથી, પરંતુ હવે આપ ચૂંટણી લડતા ગુજરાતના લોકો માટે વિકલ્પ ઊભો થશે. અમે ગુજરાતમાં બધી બેઠકો પર લડીશું. હવે ગુજરાતના લોકોએ નક્કી કરવાનું છે. હમણા સુધી ગુજરાતના લોકો પાસે વિકલ્પ ન હતો અને તેમણે મજબૂરીમાં કોંગ્રેસ પાસે જવું પડતું હતું કે ભાજપને જ ચૂંટવો પડતો હતો. હવે આ સ્થિતિ નહી રહે.

દિલ્હીના મુખ્યપ્રધાન અને આપના વડા અરવિંદ કેજરીવાલ છઠ્ટી જૂને રાજ્યની મુલાકાત લેશે અને મહેસાણામાં યોજાનારી તિરંગા યાત્રામાં ભાગ લેશે. કેજરીવાલે ગુજરાતના લોકોને વિનંતી કરી છે કે તેમના પક્ષને આગામી ચૂંટણીમાં લોકો એક તક આપે. તેમણે જણાવ્યું હતું કે તેમને પક્ષ રાજ્યમાં ચાલતી ભ્રષ્ટાચારના વિષચક્રનો અંત લાવશે.

તાજેતરમાં પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં જબરજસ્ત વિજય મેળવ્યા પછી કેજરીવાલની નજર હવે ગુજરાત પર ઠરી છે. તે તેમા કોઈ કારી બાકી રહેવા દેવા માંગતા નથી. આપને આશા છે કે તેણે 2021માં સુરત મ્યુનિસિપાલિટી કાઉન્સિંલમાં જે દેખાવ કર્યો તેના પરથી જ તેને લાગી રહ્યું છે કે તેના માટે અહીંપૂરતા પ્રમાણમાં તક છે.

ફેબ્રુઆરી 2021માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજરે 93 બેઠક જીતી હતી તો આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી હતી. જ્યારે કોંગ્રેસને કોઈપણ બેઠક મળી ન હતી. આમ આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને પડકાર ફેંકવા માટેની તૈયારી કરી રહી છે. કેજરીવાલ એટલે તો દિલ્હીથી અમદાવાદના આંટાફેરા મારી રહ્યા છે અને ગુજરાતના દરેક શહેરોની મુલાકાત લેવાનું આયોજન છે. સિસોદિયાના જણાવ્યા મુજબ કેજરીવાલ કમસેકમ ગુજરાતના 33 જિલ્લાના 33 મુખ્ય શહેરોની મુલાકાત લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp