રિતિક રોશન બન્યો દુનિયાનો સૌથી સેક્સી એશિયન પુરુષ, ટોપ-5મા 3 ઇન્ડિયન
બોલિવુડ સ્ટાર્સ માટે આ વર્ષ ઘણું સારુ રહ્યું છે. આ વર્ષે ઘણી હીટ ફિલ્મો રીલિઝ થઈ, જેમણે માત્ર દેશમાં જ નહિ પણ વિદેશમાં પણ ઘણાં રેકોર્ડ બનાવ્યા છે. રિતિક રોશનની આ વર્ષે બે ફિલ્મો રીલિઝ થઈ હતી. બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. રિતિકની ‘સુપર 30’ અને ‘વૉર’ દર્શકોને ખાસ્સી પસંદ આવી હતી.
રિતિકે હીટ ફિલ્મો આપવાની સાથે એક અન્ય રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. રિતિક રોશન સેક્સિએસ્ટ એશિયન મેલ ઓફ 2019 બની ગયો છે. લંડનમાં એક એજન્સી દ્વારા કરવામાં આવેલા સરવે દ્વારા રિતિકે ખિતાબ જીત્યો છે.
બ્રિટિશ ન્યૂઝ વીકલી ઈસ્ટર્ન આઈએ 45 વર્ષીય રિતિકને સેક્સિએસ્ટ એશિયન મેલની યાદીમાં ટોચનું સ્થાન આપવામાં આવ્યું છે. રિતિકને આ સ્થાન દુનિયાભરમાં થયેલી વોટિંગ પછી મળ્યું છે. રિતિકે બે ગણા મતની સાથે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
View this post on Instagram. If he looks at you do not make eye contact. Just stay safe. . K.A.B.I.R
A post shared by Hrithik Roshan (@hrithikroshan) on
રિતિકે આ બાબતે કહ્યું કે, હું દરેકનો આભારી છું, જેમણે મારા માટે વોટ કર્યો હતો. હું કોઈને પણ તેના લુકથી જજ કરતો નથી. માટે હું મારા લુક પર પણ ક્યારેય ધ્યાન આપતો નથી. મને કોઈ પણ વ્યક્તિની જર્ની, કહાણી વધુ આકર્ષિત કરે છે.
ઈસ્ટર્ન આઈ એન્ટરટેઈનમેન્ટના એડિટરે રિતિકને આ સ્થાન આપ્યું છે. તેમણે રિતિકની સફળતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. બોલિવુડ અભિનેતા શાહીદ કપૂર આ લિસ્ટમાં બીજા સ્થાને છે. 2017માં તેણે પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. તો એક્ટર ટાઈગર શ્રોફે ટોપ 10માં એન્ટ્રી લઈ લીધી છે અને જે ચોથા સ્થાને છે. ટેલિવીઝન એક્ટર વિવિયન સેના ત્રીજા નંબરે અને એશિયન પોપસ્ટાર જાયન મલિક પાંચમા ક્રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp