HUL બદલશે Fair & Lovelyનું નામ, જાણો પૂરો મામલો

PC: cnbctv18.com

મોટી FMCG કંપની હિંદુસ્તાન યૂનિલીવર પોતાની બ્રાન્ડ ફેર એન્ડ લવલીનું નામ બદલશે. કંપની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવું બ્રાન્ડ નેઈમ સૌની મંજૂરી પછી બહાર પાડવામાં આવશે. તમને જણાવી દઈએ કે, કંપનીએ ફેયર એન્ડ લવલીમાંથી ફેયર શબ્દને હટાવવાની વાત કહી છે. તમને જણાવી દઈએ કે એશિયાને બ્યૂટી પ્રોટક્ટ્સનું સૌથી મોટું બજાર માનવામાં આવે છે. સ્કીનને ફેર કરનારી ક્રીમનું વેચાણ એશિયામાં સૌથી વધારે થાય છે.

જાણ હોય તો રંગના આધારે ભેદભાવને ખતમ કરવા માટે અમેરિકા સહિત દુનિયાભરમાં બ્લેક લાઈવ મેટર મૂવમેન્ટને સપોર્ટ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં બોલિવુડના સ્ટાર્સ જેમકે પ્રિયંકા ચોપરા, કરીના કપૂર ખાન અને દિશા પટણી જેવી અભિનેત્રીઓ સોશિયલ મીડિયા દ્વારા આ આંદોલનનું સમર્થન કરી રહી હતી.

ત્યાર પછી અભિનેતા અભય દેઓલે આ આંદોલનને સમર્થન તો આપ્યું, પણ તેની સાથે જ બોલિવુડના સિતારાઓને ફેરનેસ ક્રીમની જાહેરાત બંધ કરવાનું પણ કહ્યું હતું. ઘણાં લોકોએ અભયની આ વાતનું સમર્થન પણ કર્યું હતું.

કોમ્પ્લેક્શનના આધારે થતા ભેદભાવને પ્રોત્સાહન આપતા આ રીતના પ્રોડક્ટ પર રોક લગાવવાના મામલામાં ટીવી પ્રેઝન્ટેટર અને રાઈટર પદ્મા લક્ષ્મીએ પણ સોશિયલ મીડિયા પર ફેયર એન્ડ લવલી જેવી કંપનીઓ પર બેન લગાવવાની વાત કહી હતી. તે કહે છે કે, હું નાનપણથી જ ગોરી છોકરીઓ માટે એ સાંભળીને થાકી ચૂકી છું, જેમને જોતા જ કહેવામાં આવે છે કે જુઓ કેટલી ફેયર અને લવલી છે.

તો થોડા દિવસ પહેલા જ ફાતિમા ભુટ્ટોએ પણ ફેયર એન્ડ લવલી પર પ્રતિબંધ લગાવવાની વાત કહી હતી. તો સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી, જેમાં એક ઘઉંવર્ણી યુવતી ફેરનેસ ક્રીમ લઈને ઊભી છે. જેના પર લખ્યું છે, ફેયર? મારી જૂતી.

1975માં, હિંદુસ્તાન યૂનિલીવરે ફેયર એન્ડ લવલી નામની એક ગોરા કરવાની ક્રીમ લોન્ચ કરી હતી. દેશમાં ફેરનેસ ક્રીમના બજારમાં 50-70 ટકા હિસ્સો ફેયર એન્ડ લવલીની પાસે છે. ફેયર એન્ડ લવલીએ વર્ષ 2016માં 2000 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો, જેનાથી જાણ થાય છે કે ભારતમાં ફેરનેસ ક્રીમનું વેચાણ ખૂબ થાય છે.

ફેયરનેસ ક્રીમને પ્રોત્સાહન આપનારી જાહેરાતો પર ડ્રગ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ, 2020 હેઠળ તેને ગુનો જાહેર કરવામાં આવ્યો છે. આ રીતના કેસોમાં 10 લાખ સુધીનો દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજાનો પ્રસ્તાવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp