જો બનવા માંગો છો પાર્ટી ક્વીન તો ટ્રાય કરો આ મેકઅપ હેક્સ

PC: scoopwhoop.com

દરેક યુવતીને મેકઅપ કરવો ગમતો હોય છે. તે ભલે પછી લાઇટ મેકઅપ હોય કે હેવી મેકઅપ. આવી જ મેકઅપ કરવાની શોખીન યુવતીઓ માટે અમે એવા મેકઅપ હેક્સ લઇને આવ્યા છીએ જેનાથી તમને મેકઅપ કરવામાં આવતી ઘણી સમસ્યા હલ થઈ જશે. જો તમે પાર્ટીમાં જતા હોવ કે ફ્રેન્ડ્સ સાથે આઉટિંગનો પ્રોગ્રામ બન્યો હોય તો નોર્મલ કે હેવી મેકઅપ માટે આ મેકઅપ હેક્સ ટ્રાય કરી શકો.

સૂર્યની રોશનીમાં કરો મેકઅપ ચેક

ઘણીવાર પ્રકાશ ઓછો હોય તો મેકઅપ કર્યા બાદ થનારા સ્પોટ્સ જોવા નથી મળતા. તેથી બહાર જતા સમયે એકવાર હેન્ડ મિરરમાં પોતાનો મેકઅપ ચકાસી લો કારણ કે સૂર્યના પ્રકાશમાં ચહેરા પર પડનારા સ્પોર્ટ્સ સ્પષ્ટ જોવા મળે છે.

મસ્કરા લગાવવાની સાચી રીત

મોટાભાગે આપણે મસ્કરા ખોટી રીતે લગાવતા હોઇએ છીએ. મસ્કરા હંમેશા ઉપરથી નીચે નાકની તરફ શેપ આપતી લગાવવી જોઇએ.

મેકઅપ ટ્યુબ ફેંકવી નહીં

જો તમે મેકઅપ ટ્યુબ ખાલી થયા બાદ તેને ફેંકી દો છો તો તે ન કરો. ખાલી ટ્યુબને વચ્ચેથી કાપી તેમાં એજુબાજુ ચોંટેલું ક્રીમ કે મેકઅપ નિકાળીને તેનો યુઝ કરી શકાય છે.

વિંગ્ડ આઇલાઇનરની સાચી રીત

કેટલાંક લોકો માટે વિંગ્ડ આઇલાઇનર લગાવવી એક ચપટી વગાડવા જેવું હોય છે તો કેટલાંક લોકો માટે આ કામ લાઇફનું સૌથી અઘરું કામ બની જાય છે. જો તમને પણ આ કામ અઘરું લાગે છે તો તમે ઉપર આપેલા ફોટા પ્રમાણે સાચી વિંગ્ડ આઇલાઇનર બનાવી શકો છો.

મસ્કરા બ્રશનો આ રીતે કરો ઉપયોગ

મોટાભાગે મસ્કરા બ્રશ સુકાઈ જાય પછી આપણે તેને ફેંકી દેતા હોઇએ છીએ પણ આવું ન કરવું જોઇએ. સુકાયેલી મસ્કરાને સાફ કરીને ફરી તેને ઉપયોગમાં લઈ શકાય છે.

લાંબા સમય સુધી રહેશે લિપસ્ટિક

આ ટ્રિક ઘણી જૂની અને સારી છે. હોઠો પર લિપસ્ટિક વધુ સમય સુધી ટકી રહે તે માટે તમે ટિશ્યુ પેપરનો ઉપયોગ કરીને તેની ઉપર પાવડર લગાવી લો. આ ટ્રીક લાંબા સમય સુધી લિપસ્ટિકની શાઇન ટકાવી રાખવામાં મદદરૂપ બનશે.

ઘરે બનાવો મનપસંદ લિપગ્લોસ

તમારા ફેવરિટ આઇશેડોને ક્રશ કરી તેમાં પેટ્રોલિયમ જેલી મિક્સ કરી દો. આ રીતે તૈયાર થઈ જશે તમારા મનપસંદ કલરનું લિપગ્લોસ.

એક મિનિટમાં જ ગાયબ થઈ જશે ડાર્ક સર્કલ્સ

જો આંખોની નીચે કાળા કુંડાળા હોય અને પાર્ટી લૂકમાં તે નડતરરૂપ બનતા હોય તો ટેન્શન ન લો. આંગળી પર સહેજ કોલ્ગેટ લો અને તેને આંખોની નીચે લગાવો. 10-15 મિનિટ બાદ તેને પાણીથી ધોઈ નાંખો. ચહેરા પરથી ડાર્ક સર્કલ્સ ગાયબ થઈ જશે.

દાંતો પર નહીં લાગે લિપસ્ટિક

ઘણીવાર તમે જોયું હશે કે હોઠો પર લાગેલી લિપસ્ટિક દાંતો પર લાગી જાય છે. તમારી સાથે આવું ન થાય તે માટે લિપસ્ટિક લગાવ્યા બાદ પોતાની એક આંગળીને હોઠોની વચ્ચે રાખો. જેથી કરીને હોઠ પર લાગેલી એક્સ્ટ્રા લિપસ્ટિક દાંતોને બદલે તમારી તમારી આંગળી પર લાગી જશે.

વાળમાં આવેલા ઓઇલને આવી રીતે આપો ફ્રેશ લૂક

વાળ મેલા થઈ ગયા છે પણ ધોવાનો સમય નથી? ચિંતા કરવાની જરૂર નથી ચિપકુ થયેલા વાળ પર થોડો ટેલકમ પાવડર છાંટી દો. તરત જ તમારા વાળ ફ્રેશ ધોયેલા હોય એવા ચમકતા દેખાશે.

પાર્ટીમાં જતા એક રાત પહેલા વાળમાં ડ્રાય શેમ્પુ લગાવો

વાળમાં સારું વોલ્યુમ આવે તે માટે રાત્રે સૂતા સમયે વાળમાં ડ્રાય શેમ્પુ લગાવો. ત્યારબાદ બીજા દિવસે સવારે ઉઠીને વાળ ધોઈ નાંખો. તમારા વાળ વોલ્યુમ સાથે શાઇની લાગશે.

લિપસ્ટિકને બનાવો આઇશેડો


ક્યાંય જતા સમયે જો તમે આઇશેડો લગાવવાનું ભૂલી ગયા છો તો ગભરાવ નહીં. થોડી લિપસ્ટિક આંગળી પર લઇને તેને આંખો પર લગાવો. આ ટ્રિક આઇશેડોની જેમ જ કામ કરે છે.

મેકઅપ પહેલા ચહેરા પર ગુલાબ જળ લગાવો


જો તમારી સ્કિન ડ્રાય છે તો મેકઅપ કરતા પહેલા ચહેરા પર ગુલાબજળ લગાવો. જેથી કરીને તમારો ચહેરો ચોખ્ખો થઈ જશે અને તેની પર લગાવેલો મેકઅપ લાંબા સમય સુધી ટકી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp