જો બ્લીચ કર્યા બાદ કાળી દેખાય છે ગરદન તો આ ઘરેલુ નુસ્ખાથી કરો દૂર

PC: Youtube.com

યુવતીઓ ચહેરાની સુંદરતાને લઇને હંમેશા ચિંતિત રહે છે અને આ કારણથી શરીરના અન્ય ભાગ પર ધ્યાન રાખવાનું ભુલી જાય છે. જેટલી જરૂરિયાત ચહેરાની સુંદરતાને લઇને હોય છે, તેટલી જ જરૂરિયાત ગરદનની સુંદરતા પણ રાખવામાં આવે છે. જો ચહેરાના રંગથી અલગ ગરદનનો રંગ હોય છે તો તે અલગ જોવામાં લાગે છે. એટલા માટે ચહેરાની સાથે-સાથે ગરદનનું ધ્યાન પણ રાખવું જરૂરી હોય છે. ગરદનની કાળાશને દૂર કરવા માટે ઘણાં લોકો બ્લીચનો ઉપયોગ કરે છે પરંતુ ઘણીવાર બ્લીચથી પણ કાળાશ નથી જતી, જેના કારણે યુવતીઓ ખૂબ પરેશાન રહે છે અને ગરદનની કાળાશને દૂર કરવા માટે અલગ-અલગ પ્રયત્નો પણ કરે છે. આવો જાણીએ બ્લીચ કર્યા બાદ પણ ગરદનની કાળાશ નથી જઇ રહી તો શું કરવું જોઇએ.

સામગ્રી
2-ચમચી બેસન
એક ચમચી હળદર
1થી2 ચમચી લીંબૂનો રસ
ગુલાબ જળ અથવા દહી

 બનાવવાની રીત
બેસન, હળદર, લીંબુનો રસ અને દહીં અથવા ગુલાબ જળને બરાબર મિક્ષ કરો અને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને પોતાની ગરદન પર સરખી રીતે  લગાવો અને 15-20 મીનિટ માટે સુકાય ત્યાં સુધી છોડી દો. પછી પાણીથી બરાબર રીતે ધોઇ લો. તેમનો ઉપયોગ અઠવાડિયામાં 2થી3 વાર જરૂર કરો. હળદરનો ઉપયોગ વધારે તે યુવતીઓ કરે છે જેમના લગ્ન થવાના હોય છે, કારણ કે તે સુંદરતાને નિખારવામાં મદદ કરે છે. હળદરના ઉપયોગથી ગરદનની કાળશની થાય છે. જેથી હળદરમાં સામેલ બેસન ચહેરાને નિખારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp