સ્કીન માટે જાદુઇ સાબિત થશે આ જ્યૂસ, આ રીતે તૈયાર કરો જ્યૂસ

PC: southcrop.org

આજકાલના તણાવભર્યા જીવનમાં આપણા ચહેરા પરથી કુદરતી નિખાર ગુમ જ થઇ જાય છે. કોઇ પણ ક્રીમના ઉપયોગથી તેને પરત નથી લાવી શકાતી, પરંતુ જો તમે ભોજન લેવામાં ધ્યાન રાખશો તો ચહેરો પોતાની ગુમ થયેલી સુંદરતા પરત લાવી શકે છે. ત્યારે આપણાં ખોરાકની અસર પણ આપણી ત્વચા પર દેખાય છે. આજે અમે તમને આવા જ્યૂ બનાવવાની વિધિ જણાવીશું જે ચહેરા માટે જાદુઇ સાબિત થઇ શકે છે. તે જ્યૂસ છે બે ગાજર, એક સંતરૂ, એક બીટ, એક ટામેટું અને એક લીબું જેનું સેવન કરવાથી ગુમ થયેલી સુંદરતા પરત આવી શકે છે.

આ જ્યૂસને તૈયાર કરવુ ખૂબ સરળ હોય છે. મિક્સરમાં બધા ફળને ઉમેરી અને ક્રશ કરી જ્યૂસ તૈયાર કરી લો. જો તમે પોતાના જ્યૂસમાં થોડો અલગ સ્વાદ લાવવા ઇચ્છો છો તો તમે તેમાં થોડું આદુ પણ ઉમેરી શકો છો. આદુ પણ સ્કીન માટે ખૂબ લાભદાયી છે. જેના ઉપયોગથી ચહેરાના પિંપલ્સ દૂર કરવામાં મદદ કરે છે.

ગાજરનું જ્યૂસ પણ તમારા ચહેરમાં નિખાર લાવી શકે છે. તમને જણાવી દઇએ કે ગાજરમાં ભરપુર પ્રમાણમાં વિટમિન સી હોય છે. તેમાં કુદરતી રીતે ત્વચા ઠીક કરવાના ગુણ આવેલા હોય છે. ગાજરમાં સામેલ બીટા-કેરટીન ત્વચામાં રહેલા સોજા ઓછો કરવામાં મદદ કરે છે.

સંતરૂ પણ ત્વચા માટે ફાયદાકારક છે. સંતરામાં સિટ્રિક એસિડ હોય છે, જે ત્વચાને નીખારે છે. બીટ ન ફક્ત ત્વચાને એક કુદરતી લાલ રંગ આપે છે પરંતુ લોહી પણ સ્વચ્છ રાખે છે. આ તમારા ચહેરામાં નિખાર લાવે છે. ટામેટામાં એન્ટી-ઓક્સીડેન્ટસ હોય છે જે ત્વચાના ડાર્ક સ્પોટ્સને હળવું કરે છે. લીબુંમા સામેલ એન્ટીબેક્ટીરિયલ ગુણ ખીલને દૂર કરવામાં મદદ કરે છે.

લગ્ન પહેલા જ થનારી નવવધૂના મનમાં પોતાની ત્વચાને લઇને ઘણી મુજવણ રહે છે. દર યુવતી પોતાની ત્વચામાં કુદરતી ગ્લો મેળવવા ઇચ્છે છે. જો ટૂંક સમયમાં જ તમારા લગ્ન થવાના છે તો આ જ્યૂનુ સેવન તમારા માટે અત્યંત લાભદાયી થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp