જમ્મુ-કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટીના સંસ્થાપક ભીમ સિંહનું લાંબી માંદગી બાદ નિધન

PC: ANI

જમ્મુ-કશ્મીરના નેશનલ પેન્થર્સના સંસ્થાપક અને સીનિયર લીડર ભીમ સિંહનું નિધન થઈ ગયું છે. તેમણે આજે સવારે જમ્મુમાં છેલ્લા શ્વાસ લીધા. તેઓ 80 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા હતા. સવારે તેમને સવારે 8:46 વાગ્યે હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા. છેલ્લા ઘણા મહિનાઓથી નેશનલ પેન્થર્સ પાર્ટીના નેતા બીમાર ચાલી રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા દેવેન્દ્ર સિંહ રાણાએ ભીમ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

તેમણે ટ્વીટર પર લખ્યું કે, ‘પ્રોફેસર ભીમ સિંહ જીના નિધનથી આપણે એક મોટા નેતાને ગુમાવી દીધા છે, જેમણે હંમેશાં જમ્મુ-કશ્મીરના દરેક વર્ગના લોકોનો અવાજ ઉઠાવ્યો હતો. તેઓ એક ફાયરબ્રાંડ નેતા હતા, જે રામનગરના એક અંતરિયાળ ગામમાંથી આવતા હતા અને તેમણે આખી દુનિયામાં પોતાની ઓળખ કાયમ કરી. જમ્મુ-કશ્મીરના નેતા સજાદ લોન ભીમ સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ‘એક વ્યક્તિના ઘણા રોલ છે. કાલાતીત, નિઃસ્વાર્થ અને એક ધર્મયોદ્ધા. તેઓ મારા પિતાના સહયોગી અને મિત્ર હતા.

સહારાની બાઇક પર સવાર થઈને ફિલિસ્તિનથી લઈને ઈરાક સુધી ભીમ સિંહ જીના મિત્ર ચારેય તરફ હતા. એક જન્મજાત સાહસી. તેમની આત્માને શાંતિ મળે. ઑગસ્ટ 1941ના રોજ રામનગરમાં ભીમ સિંહનો જન્મ થયો હતો અને તેમણે વર્ષ 1982મા પેન્થર્સ પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ લગભગ 30 વર્ષો સુધી અધ્યક્ષના પદ પર રહ્યા હતા અને વર્ષ 2012મા પોતાના ભત્રીજા હર્ષ દેવ સિંહને કમાન સોંપી દીધી હતી. જોકે છેલ્લા એક વર્ષમાં ફરી એક વખત તેઓ સક્રિય થઈને રાજનીતિમાં પાછા ફર્યા હતા અને તેમને નેશનલ પેન્થર્સ પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ખાસ કરીને જમ્મુ ક્ષેત્રના લોકોનો અવાજ ઉઠાવવા માટે નેશનલ પેન્થર્સ પાર્ટીને ઓળખવામાં આવે છે. ભીમ સિંહના પરિવારમાં હવે તેમની પત્ની અને દીકરી છે. વર્ષ 2015મા ભીમ સિંહનું પુસ્તક ‘અનબિલિવેબલ- દિલ્લી ટૂ ઇસ્લામાબાદ’નું ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારીએ વિમોચન કર્યું હતું. એમ માનવામાં આવે છે કે, તેઓ 150 દેશોનો પ્રવાસ કરનારા પહેલા વ્યક્તિ હતા અને તેમના પુસ્તકનો બીજો ભાગ આ પ્રવાસનું ડોક્યૂમેન્ટેશન બતાવવામાં આવે છે.

પેન્થર્સ પાર્ટીના નેતાના રૂપમાં ભીમ સિંહે વર્ષ 1988મા ઉધમપુર પેટાચૂંટણીમાં લોકસભાની ચૂંટણી લડી હતી. શરૂઆતી ગણતરીમાં 15માથી 12 ક્ષેત્રોમાં 33,000થી વધુ વૉટોથી આગળ રહ્યા બાદ પણ તેમને એક રીપોલમાં કોંગ્રેસ (I)ના ઉમેદવારથી 2,376 વોટથી હાર મળી હતી. જમ્મુ-કાશ્મીર હાઇ કોર્ટમાં પડકાર આપ્યા બાદ કોર્ટે ચૂંટણી પરિણામ રદ્દ કરી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp