કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય અભિનેત્રીઓનો જલવો, જુઓ તસવીરો

PC: intoday.in

દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ કાન્સ માટે બોલિવુડ સ્ટાર્સ તૈયાર થઈ ચુક્યા છે. પ્રિયંકા ચોપરા, કંગના અને દીપિકા પાદુકોણ કાન્સમાં ધૂમ મચાવી રહ્યા છે. કંગના પોતાના કાન્સ લુક માટે ડિઝાઈનર ફાલ્ગુની અને શેન પિકોકના કસ્ટમ કોરસેટમાં દેખાઈ હતી. તેણે માધુર્ય ક્રિએશન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી કાંજીવરમ સાડી પહેરી હતી.

કંગનાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેનો પ્રી કાન્સ લુક શેર કરવામાં આવ્યો હતો. જેમાં તે ખૂબ જ આત્મવિશ્વાસથી છલકાતી દેખાઈ રહી હતી.

દીપિકા પાદુકોણે પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાના કાન્સ લુકને શેર કર્યો છે. વ્હાઈટ ડ્રેસમાં તે ખૂબ જ આકર્ષક લાગી રહી છે.

તે અગાઉ દીપિકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં પોતાના લુકની તૈયારીનો ફોટો શેર કર્યો હતો.

પ્રિયંકા ચોપરા પણ બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. પોતાના કાન્સ લુક પહેલા તેનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પ્રિયંકા કાન્સમાં જવા માટે રોયલ ગાડી લઈ રહી હતી. પ્રિયંકા ચોપરા પહેલીવાર કાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

પ્રિયંકાએ પણ પોતાના પ્રી-કાન્સ અવતારને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp