ટુ-વ્હિલર કરતા પણ મોંઘા છે કરીનાના આ શૂઝ, જાણો તેની કિંમત

PC: amarujala.com

કરીના કપૂરનુ નામ બોલિવુડની એ એક્ટ્રેસમાં સામેલ છે, જે એક્ટિંગની સાથે પોતાની જબરદસ્ત સેન્સ માટે જાણીતી છે. છોકરીઓ તેમને પોતાની સ્ટાઈલ ગુરુ માને છે. તે જે પણ પહેરીને પબ્લિકમાં આવે છે, તે ફેશન ટ્રેન્ડ બની જાય છે. થોડાં દિવસ પહેલા જ કરીના પોતાના પતિ સેફની સાથે મસ્તી કરતી કેમેરામાં કેદ થઈ હતી. આ દરમિયાન તેના શુઝે સૌનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.

આ દરમિયાન સેફ હંમેશાંની જેમ કેઝ્યુઅલ અવતારમાં દેખાયો હતો. તેણે બ્લૂ ટી-શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. તેની સાથે તેણે કોલ્હાપુરી ચંપલ પહેરી હતી. જ્યારે કરીનાના શુઝે સારી લાઈમલાઈટ લૂંટી લીધી. સોશિયલ મીડિયા પર પણ તેના શુઝ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. ચારો તરફ તેના આ શુઝના જ વખાણ થઈ રહ્યા છે.

કરીનાએ બ્લેક જેકેટની સાથે ગ્રે ટી-શર્ટ અને ટાઈટ્સ પહેર્યા હતા. પોતાના આ લુકને કમ્પલિટ કરવા માટે તેણે Gucciના શુઝ પહેર્યા હતા. પિંક, બેઝ અને વ્હાઈટ કલરના આ શુઝનુ કોમ્બિનેશન ખૂબ જ જબરદસ્ત છે. જણાવી દઈએ કે, જો તમે પણ કરીના જેવા શુઝ ખરીદવા માંગતા હો તો, તેને તમે આરામથી Gucciના શોરૂમ અને ઓનલાઈન પણ અવેલેબલ છે. આ શુઝની કિંમત 74640 રૂપિયા છે. આ શુઝ ગ્રે અને ઓરેન્જ કોમ્બિનેશનમાં પણ ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp