કેટરીનાના આ વ્હાઈટ ગાઉનની કિંમતમાં તો તમે દુબઈ ફરી પાછા આવી જશો

PC: langimg.com

કેટરીના કૈફ એક્ટિંગની સાથે હવે ઓફિશ્યલી બિઝનેસવમુન પણ બની ચૂકી છે. અભિનેત્રી તેની પર્સનાલિટીના આધારે તેની સ્ટાઈલિંગ કરે છે. કેટરીનાએ આ જે વ્હાઈટ ગાઉન પહેર્યું છે એટલી કિંમતમાં તો તમે દુબઈ પણ ફરીને પાછા આવી શકો છો. અને તેમાં પણ તમારા પૈસા બચી જશે.

Alex Perryનો છે ગાઉનઃ કેટરીના કૈફનો આ ગાઉન ફેમશ ઓસ્ટ્રેલિયન ફેશન ડિઝાઈનર એલેક્સ પેરીના કલેક્શનનો છે. આ વ્હાઈટ ગાફનના ફ્રંટમાં ડીપ વી નેક ડિઝાઈન છે તો ઓવરઓલ પ્લીટ્સ લુક આપવામાં આવ્યું છએ. ડ્રેસમાં વન સાઈડેડ થાઈ હાઈ સ્લિટ પણ છે. જે લુકને વધારે બોલ્ડ અને આકર્ષક દેખાડે છે.

સ્લીવ્સના લુકને ખાસ બનાવવા તેને બલૂન સ્લીવ્સ લુક આપવામાં આવ્યો છે. તેના રિસ્ટ પાર્ટ પર બટન્ડ કફ બનાવવામાં આવ્યા છે. જે સ્લીવસ્ને તેની જગ્યા પર બની રહેવા માટે મદદ કરે છે.

કિંમતઃ

એલેક્સ પેરીની વેબસાઈટ પર આ ગાઉનની કિંમત ઓસ્ટ્રેલિયન ડૉલરમાં 2700ની છે. એટલે કે ભારતીય રૂપિયા અનુસાર આ ગાઉન 1,28,497.54 રૂપિયાનું થાય છે.

કેટરીનાની ફિલ્મોની વાત કરીએ તો છેલ્લે તે સલમાન જોડે ‘ભારત’ ફિલ્મમાં જોવા મળી હતી. આ મહિને તેની ફિલ્મ ‘સૂર્યવંશી’ રીલિઝ થઈ રહી છે. જેમાં કેટરીના અક્ષય સાથે જોવા મળશે. જણાવી દઈએ કે, કેટરીના અને અક્ષયની જોડી મોટા પરદે ઘણાં વર્ષો પછી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે.

ફિલ્મના ટ્રેલરને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મમાં અજય દેવગણ અને રણવીર સિંહનો પણ એક ખાસ કેમિયો રોલ જોવા મળશે. ફિલ્મ 24 માર્ચના રોજ રીલિઝ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp