હેર સલુન-બ્યૂટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને મ્યુ.કમિશનરે જુઓ શું કહ્યુ

PC: Khabarchhe.com

સુરત શહેરમાં કોરોના સંક્રમણને ધ્યાને લેતા શહેરના મ્યુનિ.કમિશ્નર બંછાનિધી પાનીએ હેર કટિંગ અને બ્યૂટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલા સંચાલકોને ખાસ તકેદારીના પગલાઓ લેવા બાબતે જણાવ્યું હતું કે, હેર કટિંગ અને બ્યૂટીપાર્લરના સાથે સંકળાયેલા લોકો એકની એક વસ્તુઓ વારંવાર ઉપયોગમાં ન કરે તે જરૂરી છે. કારણ કે, જો બહાર ફરતા લોકોમાં જો ચેપ લાગ્યો હોય તો દુકાનદારને ચેપ લાગવાની શક્યતા વધારે રહેલી છે તેમજ દુકાનદારને ચેપ લાગ્યો હોય તો ગ્રાહકોને પણ ચેપ લાગી શકે છે. આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોએ મહાનગર પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા એસ.ઓ.પીનું ચુસ્ત પણે પાલન કરવામાં આવે તે જરૂરી છે.

ખાસ કરીને દુકાનમાં અડધા કારીગરોથી કામ કરવુ અથવા નાની દુકાન હોય તો તેણે એક કારીગરથી તથા વારાફરતી કામ કરવુ હિતાવહ છે. હેરકટિંગના સંચાલકો અને ગ્રાહકોએ માસ્ક અને હાથના મોજા પહેરવા ફરજીયાત છે. અથવા સેનેટાઈઝ કરવા રજીયાત છે. દરેક શોપમાં સેનેટાઈઝર રાખવુ ફરજીયાત છે. જે કપડા અથવા નેપકીન વાપરવામાં આવતુ હોય તેને દર વખતે બદલવુ જરૂરી છે. ઉપયોગમાં આવતા તમામ સાધનોને દર વખતે બદલવા અને 30 મિનીટ સુધી ગરમ પાણીમાં રાખી મુકવાના રહેશે. આ તમામ નિયમોનુ પાલન નહીં કરનારને સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ મ્યુ. કમિશનરે જણાવ્યું હતું.

સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ વરાછા-એ ઝોન વિસ્તારમાં આવેલી સમરસ અને શાંતિનાથ સોસાયટીમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ મુલાકાત લઇ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત, સોસાયટીના લોકોને કોવિડ 19ની ગાઈડલાઈન SOPનું પાલન કરવા, સામાજિક અંતર રાખવા, માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા તથા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કમિશ્નરે વૈશાલી હેલ્થ સેન્ટરની મુલાકાત લઈ આ વિસ્તારના નકશા મારફતે આ વિસ્તારની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. વોર રૂમનું નિરીક્ષણ કરી સ્ટાફ દ્વારા કરવામાં આવતી કામગીરીની ચકાસણી કરી વધુ સારી રીતે કામગીરી કરવા માટે સુચનો તથા માર્ગદર્શન આપ્યું હતું. આ વિસ્તારમાં કોરોનાનો વ્યાપ ન વધે તે માટે પરિણામલક્ષી કામગીરી કરવા તાકીદ કરી હતી. કમૅચારીઓને પણ ઓફિસમાં તકેદારી રાખવા તથા ફરજિયાતપણે માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા, સેનીટાઈઝરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. મુલાકાત દરમ્યાન ખાસ ફરજ પરના આઈએએસ અધિકારી એચ. કે. લાંગા, ડે.મ્યુ.કમિશનર(હે. અને હો.) ડો. આશિષ કે. નાયક, વરાછા-એ ઝોનનાં એડી.સીટી ઈજનેર ડી.એમ.જરીવાલા અને કાર્યપાલક ઈજનેર અમીત જે. દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp