મેક્સિકોની એન્ડ્રિયાના માથે મિસ યુનિવર્સ 2020નો તાજ, ભારત આ નંબરે આવ્યું

PC: twitter.com

મેક્સિકોની એન્ડ્રિયા મેઝાએ મિસ યુનિવર્સ 2020નો ખિતાબ પોતાના નામ પર કરી લીધો છે. પૂર્વ મિસ યુનિવર્સ જોજોબિની ટૂંજીએ તેને આ તાજ પહેરાવ્યો હતો. આ ઈવેન્ટ ફ્લોરિડામાં યોજાઈ હતી. બ્રાઝિલની જુલિયા ગામા ફર્સ્ટ રનર અપ બની હતી, જ્યારે પેરુની જેનિક માકેટા સેકન્ડ રનર અપ રહી હતી. ભારતની એડલિન કાસ્ટેલિનો થર્ડ રનર અપ અને ડોમિનિકન રિપલ્બિકની કિમ્બર્લી પેરેઝ ચોથઈ રનર અપ બની હતી.

જણાવી દઈએ કે ઈન્ડિયાએ પણ મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ટોપ 5 માં જગ્યા બનાવી છે. એડલિન કાસ્ટેલિનોએ આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેણે ચોથા નબંર પર પોતાની જગ્યા બનાવી હતી. મેક્સિકો, ડોમિનિકન રિપબ્લિક, ઈન્ડિયા, પેરુ અને બ્રાઝિલ ટોપ 5માં પહોંચ્યા હતા. ક્વેશ્ચન આન્સર રાઉન્ડમાં એન્ડ્રિયાને સવાલ કરવામાં આવ્યો હતો કે જો તમે તમારા દેશની લિડર હોતે તો તમે કોવિડ-19 મહામારીને કેવી રીતે હેન્ડલ કરતે.

આ સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે- મારું માનવું છે કે કોવિડ-19 જેવી મુશ્કેલ સ્થિતિને નિપટવા માટે કોઈ યોગ્ય રીત નથી જોકે મારું માનવું છે કે મને જો હક હોતે તો તેમાં લોકડાઉન હોતે, તેના પહેલા કે બધુ આટલું મોટું થતે કારણ કે આપણે ઘણા બધા લોકોને ગુમાવ્યા છે અને તે આપણે અફોર્ડ કરી શકીએ તેમ નથી. આપણે આપણા લોકોની દેખભાળ કરવી જોઈએ. આથી હું શરૂઆતમાં જ તેમનો ખ્યાલ રાખતે.

 

પોતાના ફાઈનલ સ્ટેટમેન્ટમાં એન્ડ્રિયાને બ્યૂટી સ્ટાન્ડર્ડ અંગે વાત કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેણે કહ્યું હતું કે આપણે એવી એક સોસાયટીમાં રહી છીએ જે ઘણી એડવાન્સ છે. જેમ જેમ આપણે એક એડવાન્સ થતા જઈએ છે, તેવી જ રીતે આપણે સ્ટીરિયોટાઈપ સાથે પણ એડવાન્સ છીએ. મારા માટે સુંદરતા ન માત્ર આત્મા સાથે આવે છે પરંતુ આપણા દિલમાંથી પણ આવે છે અને આપણે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ. કોઈને પણ એ બતાવવાની પરવાનગી આપવી જોઈએ નહીં કે તમે મૂલ્યવાન નથી. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ ઈવેન્ટને મોટા પાયા પર આયોજિત કરવાને બદલે લિમિટેડ સંખ્યામાં જ આયોજિત કરવામાં આવી હતી.     

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp