રેકોર્ડ બ્રેકઃ આ જૂના બૂટ 4.60 કરોડ રૂપિયામાં વેચાયા, જાણો શું છે ખાસ

PC: thgim.com

સમયાંતરે મહાન ખેલાડીઓની વસ્તુઓની હરાજી થતી હોય છે. જેમાં બોલી લગાવવામાં આવે છે. એમાં પછી સચીનનું બેટ હોય કે ફૂટબોલના ખેલાડીના બૂટ અથવા ટી-શર્ટ. બાસ્કેટબોલના મહાન ખેલાડી તથા અમેરિકાની ડ્રીમ ટીમમાં ભાગ લેતા માઈકલ જોર્ડનના સ્નીકર્સ (મેચમાં પહેરેલા બૂટ) છ લાખ 15 હજાર ડૉલરમાં વેંચાયા છે. એક હરાજી કરવામાં આવી હતી એમાંથી આ રકમ ઉપજી છે. ક્રિસ્ટી ઓક્શનના જણાવ્યા અનુસાર આ ખાસ પ્રકારના બૂટની કિંમત આશરે 4 કરોડ 60 લાખ રૂપિયા ઉપજી છે. કંપનીએ ઉમેર્યું કે, થોડા મહિના પહેલા આ બાસ્કેબોલ સ્ટારના બૂટ રેકોર્ડ બ્રેક કિંમતથી વેંચાયા હતા. પણ આ વખતની હરાજીએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.

ગત મેં મહિનામાં એયર જોર્ડન-1 ટીમના એમના બૂટ આશરે 5 લાખ 60 હજાર ડૉલરમાં વેચાયા હતા. આ વખતેની હરાજીમાં જોકે, એક આશા કરતા ઓછી રકમ મળી છે. આયોજકોને એવી આશા હતી કે, સાડા છ લાખથી સાડા આઠ લાખ ડૉલરની રકમ મળી રહેશે. પણ એવું બન્યું નહીં. આયોજકોએ જણાવ્યું હતું કે, સ્નીકર્સ એયર જોર્ડન-1 ટીમના છે. જે એનબીએ સ્ટારે વર્ષ 1985માં એક પ્રદર્શન માટેના મેચમાં પહેર્યા હતા. આ મેચ ઈટાલીમાં રમવામાં આવી હતી. આ મેચમાં જોર્ડને બોલને એટલી જોરથી પછાડ્યો હતો કે, બેકબોર્ડના કાચ તૂટી ગયા હતા. એયર જોર્ડન-1 ટીમના સેલ્સ પ્રમુખ કેટલીન ડોનોવને જણાવ્યું હતું કે, આ ઓરિજિનલ બૂટ છે.

આ બૂટ પહેરીને તેમણે કુલ 30 પોઈન્ટ મેળવ્યા હતા. લાલ અને બ્લેક રંગના આ બૂટ શિકાગો બુલ્સની એક ટીમના છે. એક રિપોર્ટમાંથી જાણવા મળ્યું હતું કે, જોર્ડને પોતાની કેરિયરના 14 વર્ષ દરમિયાન જેટલા બૂટ પહેર્યા છે એ તમામ 9 જોડી બૂટની હરાજી થઈ ચૂકી છે અને ક્રિસ્ટીએ એના બૂટની હરાજી કરી છે. ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, એક સમયે માઈકલ જોર્ડના બૂટના ક્લેક્શનનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં એ બધા બૂટ રજૂ કરવામાં આવ્યા હતા. જુન મહિનામાં જોર્ડન અને નાઈકીની પેટા કંપની જોર્ડન બ્રાંડે એલાન કર્યું હતું કે, તેઓ જાતીય સમાનતા અને સામાજિક ન્યાયને વેગ આપવા માટે સમર્પિત સંગઠનોને રૂ.10 કરોડ રૂપિયાનું દાન આપશે. માઈકલ જોર્ડન બાસ્કેટ બોલની દુનિયાના મહાન ખેલાડી પૈકી એક રહ્યા છે. શિકાગો બુલ્સના આ સ્ટાર ખેલાડીની નિવૃતિના સાત વર્ષ બાદ પણ એમના ચાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. આ જ કારણે એમની વસ્તુઓ લેવા માટે લોકો દોડ લગાવી રહ્યા છે. પડાપડી કરી રહ્યા છે. જોર્ડન નેશનલ બાસ્કેટબોલ લીગના ખેલાડી રહી ચૂક્યા છે. 90ના દાયકામાં તેમણે શિકાગો બુલ્સ તરફથી રમી 6 એનબીએ ટાઈટલ્સ જીત્યા છે. દરેક વખતે તેને મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર માનવામાં આવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp