Nikeએ લોન્ચ કર્યા સ્માર્ટ શૂઝ, જે થશે સ્માર્ટફોનથી કન્ટ્રોલ

PC: catchnews.com

સ્પોર્ટ્સ કંપની નાઇકીએ સ્માર્ટફોનથી કન્ટ્રોલ થનારા શૂઝ લોન્ચ કર્યા છે. તેની વિશિષ્ટતા એ છે કે તેને ઢીલા કે ટાઇટ કરવા માટે તમારે નીચે ઝુકવું નહીં પડે. નાઇકી એડપ્ટ નામના આ જૂતાની કિંમત 350 ડોલર (લગભગ 25 હજાર રૂપિયા) છે.

આ શૂઝને લોન્ચ કરનારી ઈવેન્ટ લાઇવ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ ટ્વિચ પર આયોજિત કરવામાં આવી. નાઇકીના આ શૂઝ પગમાં નાંખતા જ આપમેળે જ ગોઠવાઈ જશે. તેના સેન્સર્સ તેને ઓટોમેટિક ફિટિંગવાળા મોડ પર રાખે છે. એટલે સુધી કે આ શૂઝ ખૂબ દબાણનો સામનો પણ કરી શકે છે. હાલ આ શૂઝ બાસ્કેટબોલ મેચને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ મેચ દરમિયાન શૂઝને ટાઇટ અને બ્રેક દરમિયાન ઢીલા કરી શકાય છે.

1980ના દાયકામાં બેક ટુ ધ ફ્યુચર ફિલ્મ ફ્રેન્ચાઇઝીએ આઇડિયા આપ્યો હતો કે એક સમયે આપણે સેલ્ફ લેસ સ્નીકર્સ પહેરીશું. ત્યારબાદ કેટલાંક વર્ષો પછી નાઇકીએ ફિલ્મનો આ આઇડિયા વાસ્તવિક બનાવી દીધો. આ રીતે નાઇકીએ દુનિયા સામે તેના પહેલા એવા શૂઝ રજૂ કર્યા છે જે પાવર લેસિંગ સિસ્ટમથી સજ્જ છે. મંગળવારે નાઇકીએ લોન્ચ કરેલા આ શૂઝ પહેરવાથી તેની એક્ટિવિટી મુજબ તે આપોઆપ ઢીલા અને ટાઇટ થઈ જશે. ટૂંક સમયમાં જ એથ્લિટ્સના પગમાં નાઇકીની આ શૂઝ જોવા મળી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp