નીતા અંબાણી ક્યારેય નથી ભૂલતા આ જ્યૂસ પીવાનું, જુઓ તેમનું ડેઇલી રુટિન

PC: dnaindia.com

નીતા અંબાણી રિલાયન્સના ચેરપર્સન મુકેશ અંબાણીની પત્ની છે એ આપણે સૌ જાણીએ છીએ. લગભગ 35 વર્ષ પહેલા બંનેના લગ્ન થયા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી નીતા અંબાણીએ એક અલગ ઓળખ બનાવી લીધી છે. હવે તેને ન માત્ર મુકેશ અંબાણીની પત્ની તરીકે ઓળખાય છે, પરંતુ તે પોતે પણ એક સફળ ઉદ્યમી બની ચૂકી છે. તો આવો જાણીએ કે કેવું રહે છે નીતા અંબાણીનું ડેઇલી રુટિન:

નીતા અંબાણી પોતાના દિવસની શરૂઆત વર્ક આઉટથી કરે છે. તે સવારે ઉઠ્યા બાદ 40 મિનિટ સુધી સ્વિમિંગ કે પછી ભરત નાટ્યમ પણ કરે છે. વર્ક આઉટ બાદ તેને ડ્રાઈ ફ્રૂટ્સ ખાવાનું પસંદ છે. નાસ્તામાં તેઓ આમલેટ ખાવાનું પ્રેફર કરે છે. લંચમાં નીતા અંબાણી લીલી શાકભાજીઓ અને સૂપ લે છે, તો ડિનરમાં તે વધુ શાકભાજી, ફણગાવેલા ચણા સાથે લે છે. આ નીતા અંબાણીનો સ્ટ્રીક્ટ ડાઈટ પ્લાન જ છે. જેની મદદથી તેણે 3 બાળકોને જન્મ આપ્યા બાદ પોતાનું વજન ઘણું ઓછું કરી લીધું.

તેમણે ન માત્ર વજન ઘટાડ્યું પરંતુ, ખૂબ જ સુંદર પણ દેખાય છે. નીતા અંબાણી પોતાને ફિટ રાખવા માટે ઘણા રુલ્સ ફોલો કરે છે. તેમાં ખાસ કરીને ડાઈટ અને એક્સર્સાઈઝ સામેલ છે. કેટલાક વર્ષ પહેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જ્યારે તેમના લગ્ન થયા હતા તો, તેમનું વજન 47 કિલોગ્રામ હતું, પરંતુ જ્યારે 3 બાળકો થઈ ગયા તો તેનું વજન વધીને 90 કિલોગ્રામ થઈ ગયું હતું. જ્યારે નીતા અંબાણીને પૂછવામાં આવ્યું કે તમારું વજન ઘટાડવામાં કોણ જવાબદાર છે. તો તેના જવાબમાં નીતા અંબાણીએ સ્પષ્ટ કહ્યું કે તે કોઈ બીજું નહીં, પરંતુ મારો નાનો દીકરો અનંત તેની પ્રેરણા છે.

નાના દીકરાએ તેને વજન ઘટાડવા અને ફિટ રાખવામાં ઘણી મદદ કરી છે. ફિટનેસ એક્સપર્ટ સમીર દાદ ખાનનું કહેવું છે કે વજન ઘટાડવા માટે સૌથી બેસ્ટ એક્સર્સાઈઝ માનવામાં આવે છે. તેનાથી ઘણી માત્રામાં કેલેરી બર્ન કરવામાં આવી શકે છે. સાથે જ જો ડાઈટ પર ધ્યાન આપવામાં આવે તો તેનાથી ઝડપથી વજન ઘટાડી શકાય છે. નીતા અંબાણીએ પણ રનિંગ અને ડાઈટ પર ધ્યાન આપીને પોતાને ફિટ બનાવી. નીતા અંબાણીની બાબતે કહેવામાં આવે છે કે તે 5 પ્રકારના પોષ્ટિક જ્યૂસ પીવે છે.

જેમાં બિટનું જ્યૂસ મુખ્ય છે. કહેવામાં આવે છે કે કંઈ પણ થઈ જાય, નીતા અંબાણી બિટનું જ્યૂસ ક્યારેક મિસ નથી કરતા. નીતા અંબાણીનો એવા પ્રયત્ન રહે છે કે સામાન્ય દિવસોમાં તે રાતે 9 વાગ્યા પહેલા ઘરે પહોંચી જાય અને ત્યારબાદ બધો સમય પરિવાર સાથે વિતાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp