ડ્રેસના સ્થાને તકિયો પહેરી રહી છે યુવતીઓ, ટ્રેન્ડ થઈ રહી છે આ ચેલેન્જ

PC: instagram.com

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં મોટા ભાગના દેશોમાં લોકો પોતાના ઘરોમાં બંધ છે અને તેઓ કોઈપણ પ્રકારના ઈવેન્ટ માટે કે કોઈ બીજા કારણસર બહાર નીકળી શકે નહીં. એવામાં ટ્વીટર પર એક અજીબ ચેલેન્જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. સૌથી પહેલા તો ટ્વીટર પર પોલ્યુશન ઓછું થઈ જવાને કારણે ચેલેન્જ ટ્રેન્ડ થઈ રહ્યા હતા. ત્યાર બાદ હવે ફરી એકવાર અજીબ ચેલેન્જ ટ્રેન્ડ થઈ રહ્યું છે. હવે ફેશનની દુનિયામાં રૂચિ દાખવતા લોકો અને હંમેશા પોતાને અપડેટ રાખનારા લોકો આ ચેલેન્જમાં સામેલ થઈ રહ્યા છે. ફોક્સ ન્યૂઝ અનુસાર, મહિલાઓ તેમના તકિયા પર બેલ્ટ લગાવીને તેમના તકિયાને ડ્રેસ લુક આપી રહી છે અને તેમાં પોતાની તસવીરો શેર કરી રહી છે. તેની સાથે જ યુવતીઓ પોતાના લુકને બેગ, જ્વેલરી અને હીલ્સની સાથે કમ્પલીટ કરી રહી છે.

 
 
 
View this post on Instagram

#quarantinepillowchallenge

A post shared by don't rush challenge (@dontrushchallenge) on

 
 
 
View this post on Instagram

Dëgjova qe ka party nga dhoma tjetër ?! #quarantinepillowchallenge 💙 Cheers 🤪

A post shared by Anxhelina Kotorri (@angelinas.lbook) on

 
 
 
View this post on Instagram

Stuck in between not wanting to get out of bed & wanting to look cute ☁️ #quarantinepillowchallenge

A post shared by The Fashion Muse (@thefashionmuse_) on

 
 
 
View this post on Instagram

•OUTFIT OF THE DAY!!! QU’EN PENSEZ-VOUS LES FILLES??? MY PILLOW DRESS 👗!!!!!! AVEC CE CONFINEMENT ON A LE TEMPS DE FAIRE DES PHOTOS DRÔLES & GLAMOURS!!! JE VOUS METS AU DÉFI DE LE RELEVER AUSSI!!!!• • • • • •JE NOMINE @kimmaillard @melissa_masidi & @marie_cay POUR CE « PILLOW CHALLENGE »• • • • • • @krissactress @victoria_caroline_cross @loannemenezes @daphneconstantinopolos @lucinhabarteli @elsadasc @kabranquinho @dulceida @leslie_dasc @mellejulielou #pillowdress #pillowchallenge #pillowtalk #pillow #pillows #lookdujour #look #ootd #ootdfashion #ootdstyle #outfitoftheday #outfitofthedaybabe #outfitofthenight #outfitstyle #style #styleoftheday #parisianstyle #parisiangirl #confinementchallenge #confinement #pillowdresschallenge #quarantinepillowchallenge #quarantinememes #quarantinegames #challenge #challengeaccepted #kalliste_models #kalliste_influencers #bellejournee #bellefemme

A post shared by 𝓦𝓮𝓷𝓭𝔂 ♡ (@karlita_wendy) on

ભલે તમને આ quarantine pillow challenge સાંભળવામાં અજીબ લાગી રહ્યો હોય, પણ દરેક યુવતીઓ આ નવા અવતારમાં અને ચેલેન્જમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પોતાના લુકને અલગ અને સ્ટાઈલિશ બનાવવા માટે મહિલાઓ જુદા જુદા બેલ્ટ અને તકિયાનો ઉપયોગ કરી રહી છે.

જણાવી દઈએ કે, ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 5734 થઈ ગઈ છે. આ વાયરસને કારણે 166 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, પાછલા 24 કલાકમાં કુલ 540 મામલા સામે આવ્યા છે. તેની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ બુધવારે કહ્યું હતું કે, દેશમાં કોરોના વાયરસના વધતા મામલાને જોતા એ સંભવ નથી કે લોકડાઉન 14 એપ્રિલના રોજ ખતમ કરી દેવામાં આવે. મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં પાછલા 24 કલાકમાં વધુ 17 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સૌથી વધારે 72 લોકોના મોત થયા છે. ત્યારબાદ ગુજરાતમાં 16 લોકોના, મધ્ય પ્રદેશમાં 13 અને દિલ્હીમાં 9 લોકોના મોત થયા છે. પંજાબ તથા તમિલનાડુમાં 8-8 લોકોના મોત થયા છે, જ્યારે તેલંગણામાં 7 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp