આ ઉત્તરાયણમાં ટ્રાય કરો આ 5 સનગ્લાસીસ, જે સ્માર્ટ લૂક સાથે આપશે રક્ષણ

PC: indiatimes.com

ઉત્તરાયણનો તહેવાર આવતી કાલે છે ત્યારે સૌ કોઇ વિચારતા હશે કે કઇ રીતે ઉત્તરાયણ મનાવવી? ઉત્તરાયણમાં લોકો બાધા પર પતંગ ચગાવતા સમય અલગ-અલગ પ્રકારના સનગ્લાસ પહેરે છે. ઉત્તરાયણમાં સનગ્લાસીસ ફેશન અથવા સ્ટાઇલ એસેસરી છે જે તમારા આઉટફીટને કોમ્પ્લિમેન્ટ કરે. ત્યારે ઉત્તરાયણાં યુવાન લોકો ટીશર્ટ અને જીન્સમાં સૌથી વધું જોવા મળશે. જોકે આ ઓઉટફિટમાં ડાર્ક સનગ્લાસ તો ટ્રેન્ડી છે. પરંતુ આજે અમે તમને સનગ્લાસની બીજી સ્ટાઇલ વિશે પણ જણાવીશું. જેથી તમે પણ મનપસંદ સનગ્લાસ પસંદ કરી શકો.

રીફલેક્ટર શેડ્સ

ઉત્તરાયણમાં આ મોસ્ટ ટ્રેન્ડી અને અત્યારે સૌથી ફેમસ સનગ્લાસીસ છે. શાહરૂખથી લઇને વરૂણ ધવન તેમની ફિલ્મમાં આ ગોગલ્સમાં જોવા મળ્યા હતા. હવે ધાબા પર પણ દર ત્રીજો પતંગબાજ રીફલેક્ટર શેડ્સના સનગ્લાસ પહેરીને ફરતો જોવા મળશે.

રાઉન્ડ ફ્રેમના સનગ્લાસ

રાઉન્ડ ફ્રેમના સનગ્લાસિસ ગયા વર્ષે ખૂબ જ ટ્રેન્ડમાં રહ્યા હતા. તમે રાઉન્ડ ફ્રેમ્સને વેરિએશન આપવા માટે રિફ્લેક્ટર ગ્લાસીસ પણ પહેરી શકો છો. રાઉન્ડ ફ્રેમ છોકરાઓ પર વધુ સુટ થતા હોય છે.

વેફરર્સ વેર

વેફરર્સ મોટાભાગે પ્લાસ્ટિક ફ્રેમ્સમાંથી બનાવાય છે. તેમનું કેઝ્યુઅલ અપિઅરન્સ અનેક લોકોનું ધ્યાન દોરશે. ઉત્તરાયણમાં તે સટાઇલ તો આપશે સાથે સાથે સૂર્યથી તમારી આંખોને સારું રક્ષણ પણ આપશે.

એવિએટર્સ 

એવિએટર્સ કલરફૂલ અને એવરગ્રીન સનગ્લાસીસ છે. એવિએટર્સ લગભગ દરેક પ્રકારના ફેસ શેપને સુટ કરે છે એટલે તે લોકોમાં ખૂબ જ પોપ્યુલર છે.

ટર્મિનેટર

તેનું નામ ટર્મિનેટર ફિલ્મ પરથી મળ્યું છે. કારણ કે આર્નોલ્ડે ફિલ્મમાં આ પહેર્યા હતા. કેટલાક લોકો તેને એવિએટર્સ પણ કહે છે પણ તેની ડિઝાઇન એવિએટર્સ કરતા વધારે સારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp