લોકડાઉનમાં જીન્સને લોકોએ જાકારો દીધો, અનેક કંપનીઓએ નાદારી નોંધાવી

PC: news18.com

કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનથી અનેક વર્ગની જીવનશૈલમાં મોટું પરિવર્તન આવ્યું છે. ઓફિસથી લઈને પાર્ટી સુધીના કાર્યક્રમમાં જે જીન્સને સામાન્ય આઉટફીટ માનવામાં આવતું. પણ હવે જીન્સની જગ્યા શોર્ટ્સ, લેગિન્સ અને બરમુડાએ લઈ લીધી છે. કોરોના વાયરસની મહામારીના કાળમાં ભાગ્યે જ લોકો જીન્સ લેવાનું વિચારી રહ્યા છે. જોકે, આ પાછળ પણ કેટલાક કારણો જવાબદાર છે. અમેરિકામાં જીન્સ બનાવતી કંપનીઓ નાદાર થઈ છે અથવા તો ખોટમાં ચાલી રહી છે.

ટ્રૂ રિલિઝન, લકી બ્રાન્ડ અને G-Star રો જેવી જીન્સની બ્રાંડ બનાવતી અમેરિકાની મોટી કંપનીઓએ કોરોના વાયરસની મહામારીના કાળમાં નાદારી નોંધાવી છે. Joe's ઝીન્સ અને હડસન જેવી જીન્સની બ્રાન્ડ કંપનીઓની નાદારી ન થાય એ માટે કાયદાકીય પ્રક્રિયા કરીને કોર્ટમાં ડૉક્યુમેન્ટ આપી દેવામાં આવ્યા છે. દુનિયામાં જીન્સની બ્રાન્ડમાં જાણીતી કંપની Levi'sએ પણ જણાવ્યું હતું કે, કંપનીના બીજા ક્વાટરમાં 62%નો કાપ આવી ગયો છે. પછીથી આવનારા સમયમાં કંપની પોતાના સ્ટાફમાંથી 700 કે 15%નો સ્ટાફ ઘટાડી દેશે. જે કંપનીઓ કોટન શોર્ટ્સ, લેગિન્સ, જોગર્સ અને પાયજામા બનાવી રહી છે એમની કમાણીમાં સારો એવો વધારો થયો છે. અનેક લોકોએ એવું પણ જણાવ્યું કે, લાંબા સમયથી તેમણે પોતાનું જીન્સ પહેર્યું જ નથી. પહેલા લોકો નોકરી કે માર્કેટમાં જતા જીન્સ પહેરતા હતા.

હવે લોકો લોકડાઉનના સમયમાં વર્ક ફ્રોમ હોમ કરતા હોવાથી આરામદાયક કપડાં પહેરી રહ્યા છે. ઓફિસમાંથી જો કોઈ ફોન આવે તો પણ ઉપર શર્ટ જ પહેરવાનો હોય છે. તેથી જીન્સની જરૂરિયાત એકાએક ઘટી ગઈ છે. આ સાથે જીન્સ બનાવતી કંપનીઓનું વેચાણ પણ મોટા પાયે ઘટી ગયું છે. કોરોના વાયરસની મહામારીને કારણે જીવનશૈલીમાં મોટા પરિવર્તન જોવા મળી રહ્યા છે. બીજી તરફ આવી કંપનીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. માત્ર જીન્સ જ નહીં બ્યૂટી પ્રોડક્ટમાં પણ એક મોટું પરિવર્તન જોવા મળ્યું છે. આયુર્વેદિક અને દેશી પદ્ધતિઓથી થતી સજાવટમાં વધારો થયો છે. જ્યારે યુવતીઓ અતિ જરૂરી હોય તો જ પાર્લરમાં જવા તૈયાર થાય છે. એમાં પણ પાર્લરમાં કોઈ ન હોય એવા સમયની માગ કરી રહી છે. સાથોસાથ લીપસ્ટિકના વેચાણમાં પણ મોટો ઘટાડો આવ્યો છે. કારણ કે માસ્કને કારણે લીપસ્ટિક દેખાતી નથી અને માસ્કમાં ચોંટી જવાનું પણ જોખમ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp