Video:દિવાળી પાર્ટીમાં જોવા મળ્યો શ્લોકા મહેતા-રાધિકા મર્ચન્ટનો ટ્રેડીશનલ લૂક

PC: aajtak.in

દિવાળીની ફેસ્ટીવ સીઝન શરૂ થઇ ગઈ છે. બોલિવુડમાં પણ પાર્ટીઓ શરૂ થઇ ચૂકી છે. ગઈકાલે રાતે ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરે દિવાળી પાર્ટીની રોનક જોવા મળી હતી. અહીં બોલિવુડના અનેક ફેમસ સ્ટાર્સે પોતાની ઉપસ્થિતિ નોંધાવી હતી. તમામ એક્ટ્રેસેસનો ટ્રેડીશનલ લૂક વાયરલ થઇ રહ્યો છે.

આ પાર્ટીમાં આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા પણ પહોંચી હતી. શ્લોકા મહેતા દિવાળી પાર્ટીમાં અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચેન્ટ સાથે પહોંચી, બંનેએ સાથે મળીને પૈપરાજીને પોઝ આપ્યા. સ્ટાર સ્ટડેડ પાર્ટીમાં શ્લોકા મહેતા અને રાધિકા મર્ચેન્ટે દિવાળી પાર્ટી માટે મનીષ મલ્હોત્રાના લેટેસ્ટ કલેક્શનને પહેર્યું હતું.

શ્લોકા મહેતા સાડીમાં લાગી રહી છે સુંદર

શ્લોકા મહેતાએ ટ્રિપલ ટોન્ડ હેવી સાડી પહેરી છે. શ્લોકાની આ સાડી ખૂબ જ સુંદર હતી. તેણે પોતાના લુકને ડાયમંડ ચોકર નેકલેસ, મેચિંગ રિંગ્સ, ઈયર કફ્સ, હાઈ હિલ્સની સાથે કેરી કર્યું. મિડિલ પાર્ટેડ ઓપન હેર્સ, પિંક શેડ લીપસ્ટીક, કાજલ, સ્લિક આઈલાઈનર, મસ્કારા, સ્મોકી આઈશેડો લગાવીને પોતાની સુંદરતામાં વધારો કર્યો.

રાધિકા મર્ચેન્ટે શું પહેર્યુ?

તેમજ, રાધિકા મર્ચેન્ટે લહેંગો પહેર્યો હતો, તે આઈવરી લહેંગામાં સ્ટનિંગ લાગી રહી હતી. આ A લાઈન લહેંગાનો પિંક tulle દુપટ્ટો તેના આઉટફિટને સુપર કલાસી બનાવી રહ્યો હતો. રાધિકાએ લહેંગાને ડાયમંડ ચોકાર નેકલેસ, ડેગલિંગ ઈયરીંગ્સ, હાઈ હિલ્સ, વિંગડ આઈલાઈનર, ગ્લોઇન્ગ મેકઅપની સાથે લુકમાં ચાર ચાંદ લગાવી દીધા. શ્લોકા અને રાધિકા, બંનેનું લુક સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. રાધિકા અને શ્લોકનો આ ટ્રેડીશનલ લુક ફેશન ગોલ્સ આપે છે.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવુડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો. યંગ એક્ટર્સે ગ્લેમરસ લુક્સથી પાર્ટીની રોનક વધારી હતી. મનીષ મલ્હોત્રાની ગેસ્ટ લીસ્ટમાં કરણ જોહર, કેટરીના કૈફ, વિક્કી કૌશલ, અનન્યા પાંડે, સારા અલી ખાન, મલાઈકા અરોરા, આદિત્ય રોય કપૂર, નવ્યા નંદા, શ્વેતા બચ્ચન, સુહાના ખાન જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા.

રાધિકા મર્ચેન્ટ શ્લોકા મહેતા સાથે એક ખૂબ જ સારો બોન્ડિંગ શેર કરે છે અને બંને હંમેશાં સેમ કલરની ડ્રેસમાં જોવા મળે છે. આના પહેલા પણ 2019મા અબૂ જાની સંદીપ ખોસલાએ ફેશન ઇન્ડસ્ટ્રીમાં 33 વર્ષ પૂરા કરવા પર કલેક્શનને પ્રદર્શિત કરવા માટે એક શોનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં પણ રાધિકા અને શ્લોકાએ વ્હાઈટ કલરની ડ્રેસ પહેર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp