26th January selfie contest

સુરતની દીકરી શ્રદ્ધા પટેલ બની મિસ ટીન ઈન્ડિયા

PC: khabarchhe.com

આગ્રા ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત ‘મિસ ટીન ઈન્ડિયા’ સ્પર્ધામાં સુરતની શ્રદ્ધા પટેલે પ્રથમ ક્રમે આવીને સુરત તેમજ સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. આગ્રા ખાતે યોજાયેલી આ બ્યુટી કોન્ટેસ્ટમાં ભારતભરમાંથી હજાર જેટલી સ્પર્ધકોએ ભાગ લીધો હતો, પરંતુ ચાર રાઉન્ડની મુશ્કેલ સ્પર્ધામાંથી પસાર થઈને માત્ર સોળ વર્ષની ઉંમરે પ્રથમ આવી શ્રદ્ધા પટેલે ગુજરાતને ગર્વ અપાવ્યું છે.

આ બ્યુટી કોન્ટેસ્ટનું સ્ટાર લાઈફ ઈન્ડિયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોડેલ સાક્ષી દીક્ષિત તેમજ કોરીયોગ્રાફર ખીઝાર હુસેન દ્વારા ડિરેક્શન કરવામાં આવ્યું હતું.  પોતાની આ જીત માટે શ્રદ્ધા પટેલે કહ્યું હતું કે, ‘મારી આ જીત હું મારા માતા-પિતાને ડેડિકેટ કરું છું, જેમણે હંમેશાં મને પ્રોત્સાહિત કરી છે અને મારા ગમતા ક્ષેત્રમાં આગળ વધવા માટે યોગ્ય પ્લેટફોર્મ અને રિસોર્સિસ પૂરા પાડ્યા છે.’

આ બ્યૂટી કોન્ટેસ્ટમાં વિજય મેળવ્યા બાદ સુરતના શ્રદ્ધા પટેલે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી છાપ ઊભી કરી છે અને ગ્લેમર તેમજ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું ધ્યાન તેમની તરફ આકર્ષિત કર્યું છે. તેમના ભવિષ્યના આયોજન વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ જ ક્ષેત્રમાં તેઓ આગળ વધશે અને અન્ય રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈને ગુજરાત તેમજ દેશનું નામ રોશન કરવું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp