આ રીતે મોનસૂનમાં સુંદરતાની રાખો દેખભાળ

PC: india.com

વરસાદની સિઝનમાં આમ જીવવાની મજા આવતી હોય છે અને આ સિઝનમાં પોતાના સાથી કે સ્વજનો સાથે લોન્ગ ડ્રાઈવ પર પણ જવાની ખૂબ મજા આવે, પરંતુ શું તમને ખબર છે કે મોનસૂનમાં તમારી સ્કીનની દેખભાળ રાખવું અત્યંત જરૂરી બની જાય છે કારણ કે આ સિઝન દરમિયાન બેક્ટેરિયલ ઈન્ફેક્શન વધવાના ચાન્સ અત્યંત વધી જાય છે. આ સિઝનમાં ત્વચા બેજાન થઈ જાય છે અને વાતાવરણને કારણે આ સિઝનમાં જ પિંપલ્સની પણ સમસ્યા થાય છે.

જોકે આવું ન થાય અને તમારી સ્કીન એકદમ મસ્ત રહે એ માટે તમે કેટલાક ઘરેલું નુસ્ખા અપનાવશો તો પણ તમારો બેડો પાર થઈ જશે અને તમે આ રોમેન્ટિક મોસમમાં એકદમ પરફેક્ટ લૂક ધરાવશો. આ માટે સૌથી પહેલાં તો એ ધ્યાન રાખો કે જો તમે વરસાદમાં ભીંજાઈ ગયા હો તો ઘરના પાણીથી એકવાર ફરી ચહેરો ધોઈ નાંખવો અને ડ્રાય નેપ્કીનથી ચહેરો લૂંછી નાંખવો, જેથી વરસાદના પાણીથી બેક્ટેરિયલ ઈન્ફેક્શન ન થાય. આ સિવાય ચોમાસા દરમિયાન એવા જ ફેસવોશ યુઝ કરો, જેમાંના ઈન્ગ્રિડિયન સૌમ્ય હોય.

ચોમાસમાં રોમછીદ્રોની બંધ થઈ જવાની સમસ્યા વધી જાય છે. આથી આ સિઝન દરમિયાન અઠવાડિયામાં એકવાર ક્લેન્ઝ કરવું અત્યંત મહત્ત્વનું છે. આવું કરવાથી સિઝનને કારણે મૃત થયેલી કોશિકાઓ દૂર થઈ જાય છે અને નવી કોશિકાઓનો વિકાસ થવા માંડે છે. આ કારણે ચહેરા પર ગ્લો છલકે છે અને તમો આપોઆપ સુંદર દેખાઓ છો.

તો વાળ માટે આ સિઝનમાં હોટ ઓઈલ મસાજ અત્યંત મહત્ત્વનું બની જાય છે. કારણ કે ભીના થઈ જવાને કારણે વાળમાં ખોળો થવાની સંભાવના વધી જાય છે, વળી મૂળમાંથી પણ તે નબળા પડવા માંડે છે. આથી અઠવાડિયામાં એકવાર વાળના મૂળ સુધી હૂંફાળા તેલથી મસાજ કરવું. તેમજ જો વાળ વરસાદમાં ભીના થઈ જાય તો ટોવેલથી થપથપાવીને જ તેને સૂકા કરવા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp