26th January selfie contest

વિદેશી યુવતી સાથે કર્યા ભારતીય યુવતીએ લગ્ન, જુઓ લગ્નની તસવીરો

PC: instagram.com

જાણીતા ફેશન ડિઝાઈનર સભ્યસાચી મુખર્જીએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર સેમ સેક્સ મેરેજ કરનારા એક કપલના રિસેપ્શનની ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જેમાં બ્રાઈડ katja hahnloser ભારતીય પરિધાનમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તો તેની ગ્રૂમ બનેલ ભારતીય મહિલા આયેશા નાગેશ્વરન ખૂબ જ સ્માર્ટ લાગી રહી છે.

આ સેમ સેક્સ કપલે સ્વિત્ઝર્લેન્ડના ઝ્યૂરિકમાં સિવિલ મેરેજ કર્યા હતા. ત્યાર બાદ ભારત આવીને તેમણે જેસલમેર અને દિલ્હીમાં પોતાના પરિવારની સાથે ઊજવણી કરી હતી.

દુલ્હન બનેલી કાટ્જાએ તેના રિસેપ્શન અને અન્ય ફંક્શન માટે સભ્યસાચીની ડિઝાઈન કરેલા ભારતીય પરિધાન પસંદ કર્યા હતા.

દિલ્હીમાં થયેલા રિસેપ્શન માટે કાટ્જાએ ગોલ્ડન રંગનો લહેંગો પસંદ કર્યો હતો. લહેંગા પર ફ્લોરલ શેપની શીક્વંસ વર્ક કરવામાં આવ્યું હતું અને વેસ્ટ અને બોર્ડર પર ગોલ્ડન લેસ લગાવવામાં આવી હતી. તો વી-નેક ચોવી પર ગોલ્ડન થ્રેડ વર્ક અને લહેંગાથી મેચ કરતી લેસ લગાવવામાં આવી હતી. તેની સાથે તેણે ખૂબ જ લાઈટ જ્વેલરી પસંદ કરી હતી.

લહેંગાની સાથેનો દુપટ્ટો પણ લાઈટ વેટ હતો. તે સિલ્કના દુપટ્ટા પર ફ્લોરલ પ્રિંટ હતી અને બોર્ડર પર ગોલ્ડન લેસ લગાવવામાં આવી હતી.

જેસલમેરમાં થયેલા સંગીત સેરેમનીમાં દુલ્હને ફોરેસ્ટ ગ્રીન લહેંગો અને ગોલ્ડન બ્લાઉઝ પહેરી હતી.

જણાવી દઈએ કે, આયશા અને કાટ્ઝના નાનપણના મિત્રો છે. એટલું જ નહીં બંનેના પરિવારો પણ ઘણાં ક્લોઝ ફ્રેન્ડ છે.

બંનેએ એકબીજાને ડેટ કર્યા પછી નક્કી કર્યું કે તેઓ સાથે જ જીવન પસાર કરવા માગે છે. ત્યાર બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp