જમીનમાં દબાયેલું મળ્યું સૌથી જૂનું અને મોંઘું જિન્સ, તેની કિંમતમાં આવી જશે BMW

PC: instagram.com

જિન્સ વર્તમાન સમયમાં સૌથી વધુ પોપ્યુલર આઉટફિટ છે, આને દુનિયાભરના બાળકો, યૂથ અને વૃદ્ધો સુધી દરેક ઉંમરના લોકો પસંદ કરે છે અને આને જ પહેરવું પસંદ કરે છે. ક્વોલિટીના હિસાબથી આની કિંમતની રેન્જ હોય છે, પણ કોઈ એક જોડી જિન્સની અંદાજે 63 લાખ રૂપિયામાં ખરીદી કરે, શું તમે આની કલ્પના કરી શકો છો. સાંભળીને થોડું અજીબ જરૂર લાગશે, પણ આ સત્ય છે.

1 ઓક્ટોબરે ન્યૂ મેક્સિકોની એક હરાજીમાં એક વ્યક્તિએ વર્ષ 1880ની એક જોડી જિન્સની ખરીદી કરી છે. આ જિન્સ Levi's કંપનીની છે. આને ખરીદી કરનારે આના માટે 76,000 ડોલર એટલે કે, અંદાજે 63 લાખ રૂપિયાની ચૂકવણી કરી છે.

 
 
 
View this post on Instagram

A post shared by Golden State Vintage (@goldenstatevtg)

23 વર્ષના યુવકે બોલી લગાવીને ખરીદી આ જિન્સ

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર, આ જિન્સની ખરીદી કરનાર વ્યક્તિનું નામ કાઈલ હાઉપર્ટ છે. 23 વર્ષનો આ યુવક સૈન ડિએગો, કૈલિફોર્નીયાનો રહેવાસી છે અને વિન્ટેઝ કપડાઓનો ડીલર છે. કાઉલે જેટલા રૂપિયા આપીને જિન્સની ખરીદી કરી છે, તે વિન્ટેઝ જિન્સ માટે ચૂકવવામાં આવેલી અત્યાર સુધીની સૌથી વધુ કિંમત છે. આ એક જોડી જિન્સ અમેરિકામાં રહેલી નિર્જન ખાણથી 1880ના દશકમાં દબાયેલી મળી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Golden State Vintage (@goldenstatevtg)

જિન્સની ખરીદી કર્યા પછી પોસ્ટ કરીને આપી માહિતી

મિસ્ટર હૌપર્ટે વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું કે, તે હજુ પણ એક રીતે આશ્ચર્યચકિત છે, તેણે આ ખરીદી કરવા માટે પોતા પર આશ્ચર્ય થઇ રહ્યું છે. બોલીના પછી તેણે ફાઈનલ ડીલમાં આ જિન્સ માટે બાયર્સ પ્રીમિયમને મળીને કુલ 87,400 ડોલરની ચૂકવણી કરવી પડી. આ મોંઘી જિન્સ એરોપ્લેન, ટ્રાફિક લાઈટ અને રેડિયા આવવાના પહેલાની છે. પોતાના સ્ટોરના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર, મિસ્ટર હાઉપર્ટે હરાજીના ફોટો ને જિન્સની જોડીના ફોટો પણ પોસ્ટ કર્યા છે.

તેણે લખ્યું કે, ‘$76,000 ની જિન્સ, તે પણ વર્ષ 1880ની. આ Levi'sની સૌથી જૂની જાણીતી જોડીઓમાંથી એક છે. તે તમામનો આભાર, જેઓ વર્ષોથી મારું સમર્થન કરી રહ્યા છે. હું ખૂબ જ ભાગ્યશાળી છું કે, હું હવે આટલી જૂની જિન્સનો માલિક છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp