કપડાં છોડીને આ વખતે ઉર્ફીની લિપસ્ટિકે ખેંચ્યું ધ્યાન, યુઝર્સ કરી રહ્યા છે મજાક

PC: .india.com

ઉર્ફી જાવેદ તેની ડ્રેસિંગ સ્ટાઈલને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. ખૂબ જ વિચિત્ર ફેશન સેન્સને લઈ છવાયેલી રહેતી ઉર્ફીએ ફરી એકવાર તેની અદભૂત શૈલીથી ચાહકોને ચોંકાવી દીધા છે. પરંતુ લુક્સ કરતાં આ વખતે તેની લિપસ્ટિક વધુ ચર્ચામાં છે. ઉર્ફી જાવેદ આ વખતે વ્હાઈટ કલરના ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી હતી પરંતુ હોઠ પરની લિપસ્ટિકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આવું કેમ હતું તે તમે આ વીડિયો જોઈને સરળતાથી સમજી શકશો.

ન લાલ, ન ગુલાબી, ન મહરુન, પરંતુ ઉર્ફીએ હોઠ પર લગાવી લીધો છે વાદળી રંગ અને આ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ક્યાં અટકવાના હતા. તેમણે એક પછી એક એવી ફની કમેન્ટ્સ કરી છે, જેને વાંચીને તમે પણ તમારું હાસ્ય રોકી નહીં શકો. કોઈએ કહ્યું કે ઉર્ફીએ બ્લુ પેનની શાહી પીધી છે તો કોઈએ લખ્યું કે લિપસ્ટિકની જગ્યાએ શાહીને લગાવી દીધી છે. એક યુઝરે ઉર્ફીને વિષ કન્યા જ કહી દીધી.

 
 
 
View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

હવે વારંવાર સવાલ ઉઠે છે કે ઉર્ફી જાવેદની સ્ટાઈલ અને કપડાં કોણ ડિઝાઇન કરે છે. કારણ કે ઉર્ફી જેટલા અતરંગી કપડા પહેરે છે તેટલા કોઈ નથી પહેરતું. આ વખતે ઉર્ફીની સ્ટાઈલ એકદમ અનોખી હતી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે આખરે ઉર્ફીનો ડિઝાઈનર છે કોણ. આ વખતે સવાલ ઉર્ફીથી જ કરવામાં આવ્યો હતો જેનો જવાબ બેજીઝક આ હસિના એ આપ્યો હતો અને કહ્યું કે તેના કપડાં ઉંદરો અને કૂતરાઓએ ડિઝાઇન કર્યા છે. જો કે ઉર્ફીએ આવું કેમ કહ્યું તે તો ઉર્ફી જ જાણે છે. પરંતુ સ્ટાઈલની સાથે સાથે ઉર્ફી હાલમાં એક્ટ્રેસ ચાહત ખન્ના સાથેની કેટફાઈટને લઈને ઘણી ચર્ચામાં છે. બંનેની સોશિયલ મીડિયા પર શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp