બિયરના આ ફાયદા વિશે તમે જાણો છો?

PC: goo.gl

બિયરની વાત આવે એટલે બધાને પાર્ટી કરવાનું મન થાય. પરંતુ શું તમને ખબર છે કે બિયર માત્ર પાર્ટીની જ નહીં, પરંતુ તમારા ચહેરાની ચમક પણ વધારી શકે છે. જી હા, એમાંય જો બિયરને તમે જુદી જુદી વસ્તુઓ સાથે ભેળવીને તૈયાર કરશો તો તમારી સ્કિન અત્યંત નિખરી ઉઠશે. તો ચાલો નજર કરીએ એવી કેટલીક ટિપ્સ પર, જે તમને અત્યંત મદદરૂપ થઈ શકે.

બે-ત્રણ પીસા સ્ટોબેરીની પેસ્ટ બનાવીને એમાં તમે ચાર-પાંચ ટીપાં બિયર નાંખવું. પછી એ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડો સમય એમ જ રહેવા દેવાનું અને પછી પાણીથી એ ધોઈ નાંખવાનો. એવું કરવાથી ચહેરા પરના કાળા ધબ્બા દૂર થઈ જશે અને બિયરમાંના એન્ટીઑક્સિડેન્ટ્સથી તમારા ચહેરા પર નિખાર પણ આવશે.

બિયર, મધ, લીંબુ અને ઓલિવ ઑઈલનું મિશ્રણ ઑઈલી સ્કીન માટે અત્યંત ઉપયોગી છે. આ મિશ્રણમાં તમામ તત્ત્વોના ત્રણ-ચાર ટીપાં જ એકબીજામાં ભેળવવા.

એક ચમચી લીંબુ રસને પ્લેન દહીંમાં ભેળવી દેવાનો અને એમાં ત્રણ-ચાર ટીપાં બિયરના નાંખવાના. પછી એ મિશ્રણ એકરસ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું અને એકરસ થાય એટલે ચહેરા પર લગાવી દેવાનું. અડધો કલાક એને ચહેરા પર રહેવા દઈને માત્ર પાણીથી એ ચહેરો ધોઈ દેવાનો. આવું કરવાથી ત્વચા ચમકીલી અને સ્મૂધ બનશે.

તો ત્વચાને ચમકદાર અને આકર્ષક બનાવવી હોય તો બિયર, બદામનું તેલ અને ઈંડાની સફેદીનું મિશ્રણ પણ તમે યુઝ કરી શકો છો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp