ચહેરા પરના ડાઘની સમસ્યા હળદરના માસ્કથી કરો દૂર

PC: HomeRemedyShop.com

હળદર દરેક ભારતીયના ઘરમાં હોય છે. તેમાં સારા ઔષધીય ગુણ આવેલાં હોય છે, જેથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જ નહીં પરંતુ બ્યૂટીથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદગાર છે. જી,હા સ્કિન પ્રોબ્લેમ્સ,હેર ફોલ વગેરે સમસ્યાઓના ઉપચારમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. ચાલો જાણીએ કેવી રીતે હળદરનો ઉપયોગથી ચહેરા પર સુંદરતા લાવી શકાય. 

હળદરની બ્યૂટી બેનિ્ફિટ્સ

ચહેરા પર લાવો ચમક

હળદરની પેસ્ટ લગાવવાથી ન ફક્ત ત્વચામાં ચમક આવે છે પરંતુ જેથી તમે એન્ટિ-એજિંગની સમસ્યાથી પણ બચી શકો છો. એન્ટિ-એજિંગની પેક બનાવવા માટે 2 ચમચી ચંદન પાઉડર,4 ચપટી હળદર અને 2 ચમચી દૂધન મિક્સ કરો. પછી 10-15 મિનીટ સુધી ચહેરા પર મસાજ કરો અને સુકાયા બાદ પાણીથી ધોઇ લો. જેથી ત્વચામાં નિખાર આવશે.

ખીલ દૂર કરો

હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટીરિયલ ગુણ હોય છે, જે ખીલને દૂર કરે છે. 5 ચમચી બેસન,1/4 ચમચી હળદર,1 ચમચી કાચુ દૂધ તેમજ મધ ઉમેરો. આ લેપને 15થી20 મીનિટ સુધી ચહેરો અને ગરદન પર લગાવી રાખો જે બાદ ચોખા પાણીથી ધોઇ લો. તે ખીલ દૂર કરવા,ત્વચા પર ગ્લો વધારવામાં મદદગાર છે.

સૂકી ત્વચાથી બચો

ચપટી હળદરમાં 3 ચમચી મધમાં 2 ચમચી ગુલાબજળ ઉમેરી 10-15 મિનીટ સુધી ચહેરા પર લગાવો. પછી ગરમ પાણીથી સાફ કરો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર આ ફેસ પેક લગાવવાથી ત્વચામાં ગ્લો આવશે અને સુકા પણ દૂર થઇ જશે.

વધારો દાંતની ચમક

હળદરને ટૂથપેસ્ટના જેમ દાંતો પર 10-15 મીનિટ સુધી લગાવો અને પછી પાણીથી સાફ કરી લો. જેથી ન ફક્ત દાંતની પીળાશ દૂર થશે પરંતુ આ શ્વાસની દુર્ગધને પણ દૂર કરશે.

ફાટેલી એડિયો માટે રામબાણ

શિયાળામાં હંમેશા એડિઓ સુકી થતા ફાટવા લાગે છે. એવામાં હળદર,નારિયેળ તેલ તેમજ કેસ્ટર ઓયલ મિક્સ કરી 10-15મિનીટ સુધી લગાવો. પછી ગરમ પાણીથી પગને સાફ કરી લો. જેથી ફાટેલી એડિઓ કોમળ તેમજ મુલાયમ બનશે.

 

ખરતા વાળનીસમસ્યાને કરો દૂર

ખરતાવાળની સમસ્યાઓને દૂર કરવા માટે પણ તમે હળદર માસ્કનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે હળદર પાઉડરમાં કાચું દૂધ મિક્સ કરો. જો તમારા વાળ ડ્રાય છે તો તેમાં થોડુંક મધ મિક્સ કરો. આ પેસ્ટથી સ્કેલ્પ પર મસાજ કરો અને પછી માઇલ્ડ શેમ્પૂથી વાળને ધોવા. નિયમિત રૂપથી આ માસ્કનો ઉપયોગ કરવાથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઇ જશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp