કોહલીએ જાતે ડિઝાઈન કર્યા સ્નીકર્સ, જાણો તેની કિંમત

PC: twitter.com/imvkohli

ક્રિકેટ જગતનાં હેન્ડસમ હંક વિરાટ કોહલીએ આજે ખાસ સ્નીકર શૂઝ લોન્ચ કર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનાં ટ્વિટર અકાઉન્ટ દ્વારા જણાવ્યું હતું કે, તેણે જાતે આ સ્નીકર્સ ડિઝાઈન કર્યા છે. વિરાટે ટ્વિટ કરીને લખ્યું છે, 100 ટકા ક્લાસિક, 100 ટકા હું. હું આજે બાસ્કેટ ક્લાસિક વન 8 લોન્ચ કરી રહ્યો છું. આ પહેલા સ્નીકર્સ છે, જેને મે ડિઝાઈન કર્યા છે અને તે ખૂબ જ સરળ છે, તેમાં થોડું ક્રિકેટ છે અને તે કોઈપણ પ્રસંગ માટે એકદમ પરફેક્ટ છે- જે રીતે હું તેને પ્રેમ કરું છું, તમે લોકો શું વિચારો છો?

સ્નીકર્સનો ચસ્કો માત્ર વિરાટને જ નથી, પરંતુ અભિનેત્રી સોનમ કપૂર આહુજાનાં પતિ આનંદ આહુજાને પણ છે. જણાવી દઈએ કે, આનંદ આહુજાએ 2016માં ભારતનું પહેલું મલ્ટી-બ્રાન્ડ સ્નીકર બુટીક વેજનોનવેજ લોન્ચ કર્યું હતું. સ્નીકર માટે આનંદનો પ્રેમ ઈન્સ્ટાગ્રામ પર જોઈ શકાય છે. એટલું જ નહીં, પરંતુ પોતાનાં લગ્નનાં રિસેપ્શનમાં તેણે સિલ્વર કલરનાં સ્નીકર્સ પહેર્યા હતા, જેને માટે લોકોએ તેને ટ્રોલ પણ કર્યો હતો.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ જે શૂઝ ડિઝાઈન કર્યા છે, તેની કિંમત 5999 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp