શું તમે પણ નાકના વાળ સાફ કરો છો? તો તેના નુકસાન વિશે પણ જાણી લો

PC: nacach.com

આજકાલ સોશિયલ મીડિયા પર એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જેમા લોકો નોઝ વેક્સિંગ કરાવતા દેખાઈ રહ્યા છે. પરંતુ, નોઝ વેક્સિંગ કરાવવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક તે પહેલા એક્સપર્ટ્સ પાસેથી જાણી લો. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, નાકના વાળ એ હવાને ફિલ્ટર કરે છે, જેમાં આપણે શ્વાસ લઈએ છીએ. આ વાળ હવામાં રહેલા વાયરસ, બેક્ટેરિયા અને અન્ય બીમારી ફેલાવનારા રોગજનકથી બચાવે છે. મેડિકલ સાયન્સ સદીઓથી કહેતું આવ્યું છે કે રેસ્પિરેટરી સિસ્ટમને હેલ્ધી રાખવા માટે નાકના વાળ જરૂરી છે.

વર્ષ 1896માં ડૉક્ટર્સના એક ગ્રુપે પ્રેસ્ટીજિયસ મેડિકલ જર્નલ ધ લેસેન્ટમાં લખ્યું હતું કે, ઘણીવાર નાકમાં પિંપલ્સ અથવા ફોડકી પણ થઈ જાય છે, જેને નેઝલ વેસ્ટિબ્યૂલિટિસ કહેવામાં આવે છે. તે પ્રદૂષણ અને ધૂળ તેમજ બેક્ટેરિયાના કારણે થાય છે. નાકના વાળ ભેજની સાથે એવું જાળું બનાવે છે, જે કોઈપણ પ્રકારના વાયરસ અથવા બેક્ટેરિયાને ફેફસા સુધી જતા અટકાવે છે. આથી, જ્યારે લોકો નાકના વાળને ટ્રિમ અથવા વેક્સ કરાવી દે છે તો વાયરસ અને બેક્ટેરિયા માટે એક ક્લીન ટ્રેક તૈયાર થઈ જાય છે. જેને કારણે તે સરળતાથી ફેફસા સુધી પહોંચી જાય છે.

વર્ષ 2011માં ઈન્ટરનેશનલ આર્કાઈવ્સ ઓફ એલર્જી એન્ડ ઈમ્યૂનોલોજીમાં પબ્લિશ 233 દર્દીઓની એક સ્ટડીમાં જાણવા મળ્યું હતું કે, જે લોકોના નાકમાં વાળ વધુ હતા, તેમનામાં અસ્થમા થવાની સંભાવના ઓછી હતી. જોકે, આ એક ઓબ્ઝરવેશનલ સ્ટડી હતી. નાકમાં વાળ વધુ હોવા પર નેઝલ એર ફ્લો પણ વધુ હોય છે. નાકમાં વાળ હોવા આપણા શરીર માટે ફાયદાકારક હોય છે, કારણ કે તે આપણા શરીરમાં ગંદકીને જતા અટકાવે છે. શ્વાસની સાથોસાથ ધૂળ, માટી પણ ચાલી જાય છે, જો આપણા નાકમાં વાળ ના હોય તો તે આપણા શરીરમાં પ્રવેશ કરવા માંડશે, જેને કારણે ઘણી બીમારીઓ પેદા થઈ શકે છે. નાકમાં વાળ ના હોય તો આ પ્રદૂષિત બેક્ટેરિયાના કારણે આપણે કોઈપણ ઈન્ફેક્શનનો સરળતાથી શિકાર થઈ શકીએ છીએ.

નાકના વાળનું વેક્સિંગ શા માટે ના કરાવવું જોઈએ?

ન્યૂયોર્ક યુનિવર્સિટીના ડૉ. એરિચ વોઈગટે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, નાકના ઉપરના ભાગથી શરૂ કરીને આપણા હોઠના બંને છેડાને જો જોડીએ તો એક ટ્રાઇએંગલ બને છે. આ ટ્રાઇએંગલ ચહેરાના ડેન્જર ટ્રાઇએંગલનો હોય છે. આ હિસ્સો આંખો, નાક અને મોઢાની આસપાસના ખાસ હોય છે જે ખૂબજ સંવેદનશીલ હોય છે. ચહેરાના આ હિસ્સાની પાસેથી શરીરની ઘણી મહત્ત્વપૂર્ણ નસો પસાર થાય છે, જે ડાયરેક્ટ મગજની સાથે પણ જોડાય છે. આ ડેન્જર ટ્રાઇએંગલવાળા હિસ્સામાં જે બ્લડ વેસલ્સ હોય છે, તેનો સીધો સંબંધ મગજની પાસે રહેલી રક્તવાહિનીઓ સાથે હોય છે.

આંખ, નાક અને મોઢાની આસપાસની ત્વચા સ્કિન ઈન્ફેક્શનથી જલ્દી પ્રભાવિત થાય છે અને ઘણીવાર ખતરનાક રૂપ લઈ શકે છે. જ્યારે તમે આ વાળ ઝટકા સાથે તોડો છો, ત્યારે બ્લડ વેસલમાં ઘણીવાર કાણું પડી જાય છે અને ત્યાંથી લોહી વહેવા માંડે છે અથવા ઈન્ફેક્શન થઈ શકે છે. એવામાં જો ડેન્જર ટ્રાઇએંગલના હિસ્સામાં ગંભીર ઈન્ફેક્શન થઈ જાય, તો તેને કારણે ઈન્ફેક્શન મગજની નસો સુધી પહોંચી શકે છે.

જોકે, કેટલાક વિશેષજ્ઞોનું એવુ પણ કહેવુ છે કે, અત્યારસુધી કોઈપણ રિસર્ચ પરથી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, નાકના વાળનું વેક્સિંગ અથવા ટ્રિમિંગ રેસ્પિરેટરી ઈન્ફેક્શનના જોખમને વધારી શકે છે. આથી, એ ના કહી શકાય કે નાકના વાળોનું વેક્સિંગ અથવા ટ્રિમિંગ ના કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp