જાપાનમાં હાઇ હિલ્સના વિરોધ માટે હવે #KuToo અભિયાન

PC: youtube.com

જાપાનમાં પશ્ચિમના દેશોમાં શરૂ થયેલા #MeTooની જેમ એક અભિયાન #KuToo ચાલી રહ્યું છે. જાપાનમાં ઓફિસની અંદર મહિલા કર્મચારીઓ માટે હાઇ હીલ્સ પહેરવી ફરજિયાત છે. હાઇ હિલ્સના કારણે ઘણી વખત મહિલાઓ મુશ્કેલીમાં મુકાતી હોય છે અને શારિરીક પરેશાની પણ થતી હોય છે. એક હેવાલ અનુસાર, આના વિરોધમાં મહિલાઓએ સોશિયલ મીડિયામાં એક અભિયાન શરૂ કર્યું છે. ઓફિસોમાં હાઇ હિલ્સને ફરજિયાત બનાવવા સામે આ અભિયાન ઉભું કરવામાં આવ્યું છે.

જાપાનમાં ડ્રેસ કોડ અને હાઇ હિલ્સ સામે ચલાવવામાં આવેલા અભિયાનને સોશિયલ મીડિયા પર સમર્થન મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ હાઇ હિલ્સ અને ફોરમલ ડ્રેસ કોડને ફરજિયાત રાખવા પર જૂની સામંતી માનસિકતાને આગળ લઇ જનારી પરંપરા માની રહ્યા છે.

હાઇ હિલ્સનો વિરોધ કરનારી મહિલાઓનો તર્ક છે કે તેને લીધે એડીમાં દર્દ, કમરનો દુખાવો અને અન્ય શારિરીક તકલીફો થાય છે. મહિલાઓ આના વિરોધમાં લખી રહી છે કે જૂતાં પહેરવામાં કોઇ નિયમ ન હોવો જોઇએ. આ એક રીતે મહિલા વિરોધી માનસિકતા છએ જેમાં મહિલાઓના સ્વાસ્થ્યની તકેદારી ન રાખતા હાઇ હિલ્સ પહેરવી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp